Back

શહેરામાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ભાજપ યુવા મોરચા ની આગેવાની હેઠળ ભવ્ય બાઇક રેલી યોજાઇ

શહેરા


શહેરામાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં ભાજપ યુવા મોરચા ની આગેવાની હેઠળ ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી કેશવ ગ્રાઉન્ડ ખાતેથી સી. એ. એ ના સમર્થનમાં નીકળેલ બાઈક  રેલીમાં  ભાજપ પ્રદેશ મંત્રી અમિતભાઈ ઠાકર સહિત  ભાજપ અગ્રણીઓ સાથે  મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.


શહેરા નગર ના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ મંત્રી  અમિતભાઈ ઠાકર, સાંસદ રતનસિંહ રાઠોડ , પંચમહાલ જિલ્લા ના યુવા મોરચાના પ્રભારી પરાગભાઈ બારોટ, મેહુલભાઈ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ , અજયભાઈ દરજી અને  ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠકનું નગર યુવા  મોરચાના પ્રમુખ મયુરભાઈ શાહ, ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, પ્રદીપભાઈ પદવાણી, ભૂપતસિંહ પટેલ , ધર્મેન્દ્રભાઈ પટેલ , જયેશભાઈ પગી ,સહિત તાલુકા ભાજપ અગ્રણીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ મંત્રી અમિત ઠાકરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા . જિલ્લા  ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠકે  બાઇક રેલીનુ પ્રસ્થાન આપ્યું હતું આ બાઈક રેલી અણીયાદ ચોકડી પાસેથી પસાર થઈને નગરના મેઇન બજાર, હોળી ચકલા , સિંધી ચોકડી સહીત નગરના મહત્વના વિસ્તારો માં ફરી હતી આ બાઇક રેલી દરમિયાન નાગરિક સંશોધન કાયદાના બિલ ને  સમર્થન કરીએ છીએ તે સહિતના અનેક બેનરો જોવા મળી રહ્યા હતા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા ના ભાગરૂપે બાઈક રેલીના રૂટ ઉપર   બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો


રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા  9429055231

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..