Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું


સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી નર્મદા પોલીસમાં

કાયદો વ્યવસ્થાની પ્રશંસનીય કામગીરી બદલ PSI પાઠકને ૭૧માં પ્રજાસતાકદિનની ઉજણી કાર્યક્રમમાં સન્માનિત કરાય


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા ૭૧માં પ્રજાસતાક દિનની ઉજણી કાર્યક્રમમાં નર્મદા પોલીસમાં ફરજ બજાવતા QRT PSI કિન્નરેશ પાઠકનું નર્મદા કલેક્ટરે સન્માન કર્યું.


PSI પાઠક કે જેઓ જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી ફરજ બજાવે છે અને ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની ખુબજ સુચારૂ રીતે જાળવણી કરી ખુબજ પ્રશંસનીય કામગીરી કરતા હોય એ માટે અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા, સાથે ભવિષ્યની શુભકામના આપી તેમની અથાક મહેનતની ગૌરવપુર્ણ કદર સાથે નર્મદા કલેક્ટર એમ.આર.કોઠારીના હસ્તે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ સમક્ષ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા ત્યારે હાજર તમામે તાળીઓથી તેમને વધાવ્યા હતા.પીએસઆઇ પાઠક અને તેમની નિર્ભયા સ્કોડ અગાઉ પણ ઘણીવાર સન્માન મેળવી ચુકી હોય જેમાં વધુ એક સન્માન થતા નર્મદા પોલીસની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.


● અત્રે ઉલ્લેખનીય છેકે પીએસઆઇ કે.કે.પાઠક અને તેમની નિર્ભયા ટિમને છેલ્લા ૨૪ મહિનામાં ૩૪ વખત સારી કામગીરી બદલ ઇનામો મળી ચુક્યા છે જે નર્મદા પોલીસ માટે ખૂબ ગૌરવની વાત છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..