Back

રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન.

રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન.  

.રિપોટ.જાવેદ પઠાણ નસવાડી

        ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ  ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં  ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વર્ગ શિક્ષણમાં કામ કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે

પ્રતિભાશાળી  શિક્ષકની પસંદગી કરવાની હોય છે જેના ભાગ રૂપે રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ  બજાવતા શ્રી જગદીશભાઈ નારણભાઇ મકવાણાની વર્ષ2019-2020માં ઉતમ શિક્ષણ કાર્ય, શાળાકીય સહભ્યાસિક પ્રવૃત્તિ ઓ,નાવન્ય પૂર્ણ પ્રયોગો તથા સામાજિકક્ષેત્રે વિશેષ કામગીરી જોતા પસંદગી કરવામાં આવી.

        પ્રજાસાતક દિને રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ શાળની એસ.એમ.તથા ગામના સરપંચ શ્રી સોમાભાઈ . આર. રાઠવા અન્ય ગામના આગેવાનો દ્વારા પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગામમાં સૌથી વધારે ભણેલ દીકરી હેતલબેન એલ રાઠવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા. બાળકો,વલીગણને ખૂબ મજા આવી. બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી. નાસ્તો આપીને અજનો પ્રજાસતાક દિન ભારત માતાતકી જય સાથે  પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.