Back

હાલોલ વડોદરા રોડ ઉપર કારને અજાણ્યા વાહને ટકકર મારતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત, બે ગંભીર

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ ગોધરા રોડા રાવજી રેસિડેન્સી નજીક કારનો સર્જાયો ગમખ્વાર અકસ્માત અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

   પ્રાપ્ત વિગતો અનુસાર બલેનો કારમાં 5 યુવકો સવાર હતા જેમાં 3 ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.જ્યારે 2 ઇજાગ્રસ્ત ને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી આવી છે.જેમાં ચાર લોકો હાલોલના રહેવાસી અને એક આસોજ નો હોવાનું જાણવા મળ્યું છે.

  અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને 108 એબ્યુલન્સ ને જાણ કરાતા હાલોલ રેફરેલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત ને ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ને વધુ તપાસ હાથ ધરી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..