Back

કાલોલમાં લોકશાહીના બંધારણના ૭૧ માં પર્વની શાનદાર ઉજવણી: તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલ સહીત તાલુકામાં આજે લોકશાહીના બંધારણના ૭૧ માં પર્વ પ્રજાસત્તાક દિવસની શાળાઓ સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કે.કે. વિદ્યામંદિર હાઈસ્કૂલ કાનોડ ગામમાં ખાતે યોજાયો હતો જેમાં કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા, કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.બી.આર. કિશ્રયન, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન ચોહાણ તેમજ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારી ગણ, શાળાના વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાલોલ મામલતદાર પી.એમ.જાદવ  હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ  કાનોડ કે.કે.હાઈસ્કૂલ દ્રારા દેશ ભકિતના ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ અને કાર્યક્રમના અંતે કાલોલ તાલુકા પંચાયતમના વિવિધ વિભાગોમાં સારી કામગીરી બજાવવા બદલ કર્મચારીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ બીજી તરફ ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મામલતદાર કચેરીમાં મામલતદાર પી.અેમ. જાદવ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ પુષ્પાબેન ચોહાણ. કાલોલ પોલીસ સ્ટેશનમાં  પી.એસ.આઇ.બી.આર.કિશ્રયન. કાલોલ નગર પાલીકા ખાતે પ્રમુખ કિરીટભાઇ પટેલ. હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..