Back

કાલોલ તાલુકા ની આથમણા તથા કંડાચ પ્રા.શાળાના આદર્શ વિદ્યાર્થી ના હાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



આજરોજ આથમણા ગામની પ્રાથમિકશાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આ પર્વમાં કાર્યકમના પ્રમુખશ્રી તરીકે ગામનાં માજી સરપંચશ્રી ઉદેસિંહ સાહેબની વરણી કરવામાં આવી હતી ધ્વજારોહક તરીકે ગામની વધારે ભણેલી બે દિકરીઓને પસંદ કરવામાં આવી હતી. ગામના સરપંચશ્રી નિરુબેન, ડે સરપંચશ્રી ગીરીશભાઈ CRC કો.ઓર્ડીનેટર શ્રીનરેન્દ્રસિંહસાહેબ SMC કમિટીના અધ્યક્ષ હર્ષદભાઈ અને ગામના અનેક મહાનુભાવો શિક્ષકગણ, ગામના વડીલો, મહિલાઓ યુવાનો અને શાળાના બાળકો હાજર રહ્યા હતા.શાળાના બાળકો દ્વાર વિવિધ નાટકો ગરબા વિગેરે અનેક પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં ગામના દાતાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.ગામનાં યુવાનો દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનું પોતાના વક્તવ્યમાં કહ્યું હતું. ડે સરપંચ દ્વારા ગામના લોકોને પોતાના ઘરમાં એકઠું કરવાનું કહેવામાં આવ્યું હતું અને એ પ્લાસ્ટિક ગ્રામપંચાયત દ્વારા કલેક્ટ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના યુવાનો અને શાળાના શિક્ષકો દ્વારા સારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકો જે બાળક ધોરણ ૧ થી ૮ માં પ્રથમ આવેલ હોય એને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ રીતે આથમણા ગામમાં ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાકદિન પર્વની ઉજવણી સારી રીતે પૂર્ણ થઈ હતી.

બીજી બાજુ કાલોલ તાલુકા ની કંડાચ પ્રાથમિક શાળા માં 71 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ માં મોટી સખ્યાંમાં ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ માંથી સૌથી વધુ અભ્યાસ કરેલ પરમાર ધરતીબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. શાળાના તમામ બાળકો તેમજ MDM સ્ટાફ ને શાળા ના આચાર્યશ્રી રસીદાબેન તેમજ  આ.શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષશ્રી વિનોદકુમાર અમીન તરફ થી સ્વેટર તેમજ ગ્રામપંચાયત તરફથી બાળકો ને યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેથી બાળકો તેમજ ગ્રામજનો માં આનંદ ની લાગણી ફેલાયેલ હતી..

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..