Back

ધોરાજીમાં રાહદારીઓ માટે બનાવેલ પાણીના પરબનું ઉદ્ઘાટન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એચ જોષીના વરદ હસ્તે કરાયું.

[અહેવાલ રશમીન ગાંધી/અલ્તાફ કોરેજા]

રાહદારીઓ તેમજ જનતા સહિત વટેમાર્ગુઓને પાણીથી તરસ છીપાય તેવા શુભ આશયથી ધોરાજીના પ્રદિપભાઈ બારોટ, દિપકભાઈ વાજા અને દરગાહના સફિમીયા બાપુ એમ આ ત્રણેય દાતાશ્રીઓ દ્વારા ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુમાં કાયમી ધોરણે પરબ બંધાવવામાં આવ્યું હતું આ પરબનું નામ હિંદુ-મુસ્લિમ એકતા દર્શાવવા રામરહીમ રાખવામાં આવ્યું છે. જે પરબનું ઉદ્ઘાટન ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.એચ જોષીના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધોરાજી શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને દાતાશ્રીઓની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.


[તસવીર : રશમીનભાઈ ગાંધી]

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..