Back

મોરબી OMVVIM કોલેજ-ઓસેમ સ્કુલ દ્વારા પ્રજાસતાક પર્વ ની ભવ્યતાથી ઉજવણી કરાઈ

        મોરબી શહેર મા શિક્ષણક્ષેત્રે અનન્ય યોગદાન અર્પણ કરતી મોરબી ની નામાંકીત સંસ્થા ઓમવીવીઆઈએમ કોલેજ,ઓસેમ સ્કુલ,માસુમ વિદ્યાલય, ન્યુ ઓમ શાંતિ સ્કુલ, પ્રભાબેન પટેલ લો કોલેજ દ્વારા ૭૧ મા પ્રજાસતાક પર્વ ની ભવ્યતાથી ઉજવણી કરવા મા આવી હતી. જે અંતર્ગત ધ્વજ વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપટેન મા સ્થાન મેળવનાર સંસ્થા ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ મા સંસ્થા ની વિવિધ વિદ્યાશાખા ના પ્રિ પ્રાઈમરી થી કોલેજ સુધી ના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યા મા ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલી મા દેશભક્તિ પ્રદર્શિત કરી ઉપસ્થિત દરેક લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

           આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલીકા પ્રમુખ કેતનભઈ વિલપરા, મોરબી નગરપાલીકા ના કાઉન્સીલર તેમજ બી.જે.પી. મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ના અગ્રણી પોપટભાઈ પટેલ, શનાળા ગામ ના પૂર્વસરપંચ ભુદરભાઈ પટેલ, મોરબી બાર એશો. ના પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજા, મોરબી જીલ્લા રજપુત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, ઉદ્યોગપતિ ઉમંગભાઈ પટેલ, જીમ્મીભાઈ પટેલ, સંસ્થા ના ટ્રસ્ટી શ્રી નારૂભા જેઠવા સાહેબ, મેનેજીંગ ડીરેક્ટર સુમંતભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના મહાનુભવો એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ની વિવિધ શાખા ના શૈક્ષણીક તેમજ બીનશૈક્ષણીક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..