Back

કાલોલ તાલુકાના બાકરોલ શાળાના આચાર્યનું મહેસાણા ખાતે નેશનલ કોન્ફરન્સ માં સન્માન..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




આજરોજ 7 સ્કીલ અંતર્ગત નેશનલ કોન્ફરન્સ -2020 નું આયોજન ઉત્કર્ષ વિધાલય મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પુરા ભારત માંથી ઇનોવેટિવ શિક્ષકો તેમજ સ્કીલ વિકસાવતા વ્યક્તિઓ એ આ કોન્ફરન્સ માં ભાગ લીધો હતો જેમાં થ્રી ઇડિયટ ફિલ્મ માં જે સ્કૂટર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને બનાવનાર જહાંગીર જી તો જેમને રંગોળી માં ખુબ  મોટુ નામ મેળવ્યું છે તેવાં મહારાષ્ટ્ર થી અમિતજી, શિક્ષણ ક્ષેત્રે ખુબ ઊંચું નામ એટલે મસ્તી કી પાઠશાલા નવા નદીસર જેવા સ્કીલ ધરાવતા વ્યક્તિઓએ પોતાના વિચારો રજુ કર્યા હતાં ત્યારે બાકરોલ શાળાના આચાર્યશ્રીએ શાળાના બાળકોમાં સ્કીલ વિકસાવવા શાળા વર્કશોપ ના માધ્યમથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરેલ વિચાર નું પ્રેજેન્ટેશન રજુ કર્યું હતું. અંતમાં આઈ. આઈ. એમ માંથી પધારેલ ચેતનભાઈ પટેલ અને જહાંગીર જી દ્રારા 7 સ્કીલ એવોર્ડ અને પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..