Back

ટીંબી ખાતે પોષણ અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબી ખાતે પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા માતા નો મેગા કેમ્પ યોજાયો.


માં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષતા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબી ખાતે પોષણ અભિયાન અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર ટીંબી વિસ્તાર ના વિવિધ ગામો ના કુલ-૫૮ સગર્ભા માતા ઓ ની તપાસ કરવામાં આવી જેમાં કુલ-૨૪ સગર્ભા માતા ઓ ની લેબોરેટરી તપાસ કરવામાં આવેલ અને ત્રીજા ટ્રાય મેસ્ટર વાળા બહેનો ની પેટ પરની તપાસ કરવામાં આવેલ,તમામ સગર્ભા બહેનો નું વજન,ઉંચાઈ કરવામાં આવેલ,દરેક સગર્ભા બહેનો નું બી.પી.પણ માપવામાં આવેલ. તેમજ તમામ  ૫૪ સગર્ભા માતાઓને ઇન્જેક્શન આયર્ન સુક્રોઝ આપવામાં આવેલ. આ તમામ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ અને ખિલખિલાટ  ના સ્ટાફ નો પણ પૂરતો સાથ મળેલ છે.તેવું તાલુકા  હેલ્થ ઓફિસર  શ્રી ની યાદી જણાવે છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..