Back

રાજુલા અને ઉના યુવા આગેવાનોએ મુખ્યમંત્રી પત્ર પાઠવ્યો

ન્યુજ

અમરેલી

રાજુલા અને ઉના યુવા આગેવાનએ કરી રજુઆત

-ટાટ ની ૭૦૦૦ ભર્તીમાં સામાન્ય વહીવટી વિભાગનો પરિપત્ર  લાગું  ના કરવા માંગ

_ઉના અને રાજુલાના  યુવા આગેવાનનો દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતના વિભાગોને પત્ર લખી રજૂઆત કરી...


         આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની સરકારી/બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની અંદાજિત ૭૦૦૦ ખાલી જગ્યાઓ પર કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરેલ છે તદ્ અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે...

અને અરજીઓની ચકાસણી પૂર્ણ કરેલ છે આથી આગામી સમયમાં આ ભરતી પ્રક્રિયામાં ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનાં તા.૦૧/૦૮/૨૦૧૮ નાં ઠરાવ ક્રમાંક:સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.ર. (રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબતે) ને લાગું કરવામાં ના આવે તેવી માંગ સાથે  ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી...

આ સાથે તેમણે પણ જણાવ્યું હતું કે જો આ પરિપત્ર નો અમલ કરવામાં આવશે તો રાજ્યની ઓબીસી એસસી અને એસટી સમાજની મહિલાઓને અન્યાય થશે, તેનું તાજું ઉદાહરણ લોક રક્ષક દળની ભર્તી છે તેમજ આ પરિપત્રને રદ્ કરવા માટે સાંસદ સભ્યો, ધારાસભ્યો તથા ચુંટાયેલા જન પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો તથા રજૂઆત કરી ચૂક્યા છે તેમજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ઓબીસી એસટી અને એસટી સમાજની એલઆરડી ની ઉમેદવાર મહિલાઓ પણ ૪૮ દિવસોથી વધુ સમયથી આ ઠરાવ રદ્ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે આ અન્યાયકર્તા સરકારી પરિપત્રને આ ભરતી પ્રક્રિયામાં લાગું કરવામાં ના આવે તેમજ આગામી સમયમાં વહેલી તકે આ ઠરાવને પાછલી અસરથી રદ્ કરવો જોઈએ...

જો સરકાર આ બાબતે તેમની રજૂઆતને નજરઅંદાજ કરશે તો કાયદાકીય લડતની ચિમકી સાથે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી સહિતના વિભાગોને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં સરકાર આ ભરતી આ પરિપત્ર લાગું કરશે કે નહીં તેના પર શિક્ષણ સહાયકોના ઉમેદવારો સહિત સૌની મીટ મંડાયેલી છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..