Back

રાજુલાના બારપટોળી ગામે ઉજવાયું સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજુલાના બારપટોળી ગામે ઉજવાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ


રાજુલાના તાલુકાના જુનીબારપટોળી ગામે પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને આ શાળામાં રાત્રીના ૮ કલાકે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યક્રમના શરૂઆતમાં દિપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ આ શાળા  સરકારી શાળા છે અને આ શાળા ખાનગી શાળાઓને ટક્કર મારવાના અથાગ  પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ આ શાળાના પટાંગણમાં એટલી માનવમેદની આવી કે લોકોને બેસવા તો ઠીક છે પરંતુ ઉભા રહીને આ કાર્યક્રમ જોયેલ  લોકો ઉભા ઉભા પણ ખુશીથી આ કાર્યક્રમને જોયેલ શાળાના સ્ટાફ અતિ ઉત્સાહથી આ શાળાના બાળકોને તન મન થી તમામ પ્રકાર ના  જેવા શિક્ષણ રમત રમત પ્રવાસ વગેરે માટે બાળકોને જ્ઞાન સાથે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે છે તેમજ આ કાર્યક્રમમાં તેજસ્વી બાળકોનું પણ સન્માન કરવામાં આવેલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકો તેમજ  દાતાઓ નું પણ સન્માન કરવામાં આવેલ આ શાળા માં  બાળકોને સતત શિક્ષણ રમત જગત તેમજ જ્ઞાન સાથે ગમ્મત આપતી શાળા સતત  કાર્યશીલ રહે છે આ શાળાના સર્વાંગી વિકાસ માટે સમસ્ત ગ્રામજનો સતત ને સતત શાળા સાથે તેમજ સ્ટાફ સાથે કદમ મિલાવીને સાથ અને સહકાર આપી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાની આ શાળા એક માત્ર નંબર વન છે


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..