Back

આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 36 વર્ષથી યોજાતી "ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા" નું ભવ્ય આયોજન

આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 36 વર્ષથી યોજાતી  "ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા" નું ભવ્ય આયોજન ગત 71માં  પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. 25-1-2020, શનિવારના રોજ સાંજે 7:30 કલાકે લક્ષ્મીનારાયણ ગરબી ચોક, ટંકારના સરનામે થયું.આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ (ઓડિશન) તા. 19 જાન્યુઆરી ને દિવસે યોજાયેલ જેમાં ઘણા બધાં સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને તેમાંથી ૨૦ સ્પર્ધકોનું ફાઈનલ રાઉન્ડ માટે સિલેક્શન થયું. રજનીકાંતભાઈ મોરસાણીયા પ્રથમ રાઉન્ડમાં નિર્ણયકની ભૂમિકામાં ઉપસ્થિત રહ્યાં.આર્યસમાજ ટંકારાના મંત્રીશ્રી દેવકુમાર સાહેબના વડપણ હેઠળ હિમાંશુભાઈ જોષી, ચિરાગભાઈ કટારીયા, વિશાલભાઈ કોરિંગા, ભવિનભાઈ ગઢવી અને રીતેશભાઈ પડસુંબિયા એ આ સફળ કાર્યક્રમને સુફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી. ટંકારા તાલુકાની રાષ્ટ્રપ્રેમી જનતા એ આ કાર્યક્રમને પોતીકો માની અને હાજરી આપી હતી. દેશભક્તિ ગીત સ્પર્ધામાં મુખ્ય નિર્ણયકની ભૂમિકામાં હેમંતભાઈ જોષી તેમજ જલ્પાબેન જોષી, અલ્પેશભાઈ ત્રિવેદી અને હિતાર્થભાઈ ભટ્ટ હતાં. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા નાયબ કલેકટરશ્રી 'ખાચર સાહેબ' અને ટંકારા તાલુકા મામલતદારશ્રી

'પંડ્યા સાહેબ' ઉપસ્થિત રહ્યાં હતાં.

વિભાગ "B" માં પ્રથમ સ્થાન 'ગૌસ્વામી અવની', દ્વિતીય સ્થાન 'ગઢવી દર્શન' અને તૃતીય સ્થાન 'રાઠોડ ચંદુ' એ પ્રાપ્ત કરેલ તેમજ વિભાગ "A" માં પ્રથમ સ્થાન 'રૈયાણી નેન્સી', દ્વિતીય સ્થાન 'સતીષ આર્ય' અને તૃતીય સ્થાન 'ચૌહાણ ચિરાગ' એ પ્રાપ્ત કરેલ...

ગત ૭૧માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને પોંખીને સૂર અને શબ્દનાં સથવારે અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને સમગ્ર કાર્યક્રમ કેટલાંય આર્યવીરોના જીવન-નિર્માતા અને  ટંકારા રત્ન "પરમાર સાહેબ"ને અર્પણ કરવામાં આવ્યો.

આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારાએ 25 જાન્યુઆરી ની નયનરમ્ય સંધ્યાને શૌર્ય રસથી શણગારી દીધી...🇮🇳

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..