Back

કાલોલ ના ઝાંખરીપુરામા ૭૧ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લોકજનશક્તિ પાર્ટી દ્વારા શૈક્ષણિક કિટ નું વિતરણ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જે અંતર્ગત બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને અભિનય કરવામાં આવ્યા હતા. શાળાના  આચાર્ય ભારતીબેન દ્વારા દેશ માટે આપણે કેટલું યોગદાન આપી શકીએ તેની સમજણ બાળકોને આપી હતી.જેમાં ગામના આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ હાજરીમાં શાળાના આચાર્ય શાળાના  શિક્ષકો એ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વની ખુશીનાં પ્રસંગે લોકજનશક્તિ પાર્ટીના હોદેદારો સાથે કાર્યકરોએ નોટબુક અને પેનનું વિતરણ કરીને શુભેચ્છા પાઠવી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..