Back

પારડી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ નું માર્ગ અકસ્માત મોત

વલસાડ ના પારડી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઈ નું માર્ગ અકસ્માત મોત


સતિષ પટેલ વલસાડ


વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી એ.એસ. આઈ. તરીકે ફરજ બજાવતા અનિલા ચૌધરી  નું સુરત નજીક અકસ્માતમાં મોત થયુ છે.

અનિલા ચૌધરી એ. એસ. આઈ.પારડી થી બારડોલી બદલી થઈ હતી જેને લઈને તેઓ સુરત એસપી ઓફિસ હાજર થવા ગયા હતા. એસ.પી. ઓફિસ થી પરત ફરતી વેળા એ થયો હતો અકસ્માત અનિલા ચૌધરી નો પતિ બારડોલી ખાતે પોલીસ ફરજ બજાવતા હતા. જેથી પતિ સાથે એક સાથે પોતાના વતન માં ફરજ બજાવવા માટે બદલી માંગી હતી. બારડોલી ખાતે બદલી થતાં એસ.પી. ઓફિસમાં હાજર થવાના ગયા હતા. પરત થતી વખતે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઘાયલ થતા મોત થયું છે. અનિલા ચૌધરી ના મૃત્યુ પામ્યા ના  સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે જાણ થતાં શોકની લાગણી છવાઈ હતી.પારડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ. બી. ઝાલા જણાવ્યું કે 

જે અકસ્માતમાં ઘટના બની દુઃખદ છે.

પતિ પણ ઇજાગ્રસ્ત હાલત માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવિયા હતા.

પારડી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..