Back

વઘઇ ખાતે "ભારતમાતા"ની પૂજા કરી તિરંગા સાથે ભવ્ય બાઇક રેલી યોજી પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

પ્રજાસત્તાક ના દિવસે ગતવર્ષ ની જેમ આ વર્ષે પણ દેશ પ્રેમી યુવાન કાર્યકરો દ્વારા વઘઇ ખાતે શ્રી ભારત માતા ની તસ્વીર ફૂલ અર્પણ કરી હાર અને ફૂલોથી સજાવી વંદેમાતરમ અને ભારત માતા કી જય ના જયનાદ સાથે "ભારતમાતા"નું પૂજન કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાના વઘઇ, સુબીર તેમજ આહવા તાલુકાના અનેક ગામોમાં જાગૃત દેશ પ્રેમી યુવાનો તેમજ વ્યાપારી અગ્રણીઓ સામાજીક કાર્યકરો દ્વારા " શ્રી ભારતમાતા" ની પૂજા અર્ચના કર્યા બાદ આન બાન શાન સાથે દરેક બાઇક તેમજ કારો તેમજ રથ ને તિરંગા સાથે મહારેલી યોજી આન બાન અને શાન સાથે પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી

આ 26 મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસે વઘઇ થી આહવા જતા મુખ્ય માર્ગે સરકારી માધ્યમિક શાળા વઘઇ ના પ્રવેશ દ્વાર આગળ વઘઇ નગર ના યુવાનો તેમજ વ્યાપારીઓ સામાજીક કાર્યકરો ના હસ્તે" શ્રી ભારતમાતા"ની માનભેર દીપ પ્રગટાવી નારિયળ વધેરી શિષ્તબધ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ "શ્રી ભારતમાતા "ના રથ ને શણગારી તિરંગા સાથે કાર તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તિરંગા સાથેની રેલી માં ભારે તાદાત યુવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા અને વઘઇ ના કોમ્યુનીટી હોલ ખાતે થી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગ અનુરૂપ દેશભક્તિ ના ગીતો ની શુરાવલી અને ડી.જે.તાલ ના સથવારે ગગનચુંબી નારાઓ સાથે ભારતમાતા કી જય અને વંદેમાતરમ ના જયનાદ સાથે આ મહારેલી વઘઇ ના આંબામાતા મંદિર થઇ મેઈન રોડ થઈ રેલવે સ્ટેશન રોડ થઇ રાજેન્દ્રપુર થઈ મેઈન સર્કલ થઈ આર.ટી.ઓ.નીચે નાકે ફરી વઘઇ ના ગીરાધોધ ખાતે પ્રજાસતાક દિવસ પર્વની પુર્ણાહુતી કરવમાં આવી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..