Back

જોધલ કુપા સોસાયટીમાં બનાવેલ રોડની ગુણવત્તા લઈ રહીશોમાં રોષ

જંબુસર નગરપાલિકા ની હદમાં આવેલ જોધલ કૃપા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવને લઇ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી પાણીની સમસ્યા હોય કોઇ નિરાકરણ આવેલ નથીહાલ એક માસ પૂર્વે બનાવવામાં આવેલ રોડની ગુણવત્તા માં ખામી હોય નવા બનાવેલ રોડ પર પાણી છંટકાવ પણ કરવામાં આવ્યો ન હોયએક માસમાં જ રોડ પર તિરાડો પડેલી જોવા મળે છે તથા રોડની સાઈડ નું પુરાણ પણ કરેલ નથી આ અંગે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે ...રોડ ની સાઈઝ અને રોડના લેવલ અંગે ત્યાંના રહીશોએ કોન્ટ્રાક્ટર મકન જી પટેલને જણાવેલ તેમ છતાંય તેઓ આંખ આડા કાન કરેલ .રોડ બાબતે રહીશોએ નગરપાલિકાના સત્તાધીશોને પણ મૌખિક જાણ કરેલ તેમ છતાંય રોડની ગુણવત્તા માં ગોબાચારી કરેલ હોય નવા બનાવેલ રોડનું એક માસમાં તિરાડો પડી જતા રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ્ રોડના કામકાજ અંગેજોધલ કૃપા સોસાયટી ના સુરેશભાઈ પરમાર એ આરટીઆઇ હેઠળ માહિતી માગી હોવાના સમાચાર જાણવા મળ્યા છે્

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..