Back

વલસાડ જિલ્લાના કપરાડા નાનાપોઢા ખાતે બંધ સમર્થન આયોજન કરવામાં આવ્યું

આજે CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના વિરોધમાં વલસાડ જિલ્લાના કપરાડા નાનાપોઢા ખાતે  બંધ સમર્થન  આયોજન કરવામાં આવ્યું હતું. દુકાનો બંધ રહી અને વાહનો થોડા સમય વાહનો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.

નાનાપોઢા પોલીસ સતર્ક

સીએએ-એનઆરસી કાયદાના વિરોધમાં દેશભરમાં હજુય પ્રદર્શન થઇ રહ્યાં છે. દલિત સહિત રાષ્ટ્રીય સંગઠન-ભીમ આર્મી ઉપરાંત લઘુમતી સંસ્થાઓએ તા.29મી જાન્યુઆરીએ ભારત બંધનુ એલાન આપ્યું હતુ ત્યારે ગુજરાતમાં ય આ બંધની ખાસ્સી એવી અસર વર્તાય તેમ છે.  કપરાડા વિસ્તારોમાં સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ છે.

આ તરફ, લઘુમતી સહિત અન્ય સ્વૈચ્છિક  બંધને સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ કર્યો છે સાથે સાથે સોશિયલ મીડિયામાં સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખીને બંધને સફળ બનાવવા આગેવાનો-નેતાઓ અપીલ કરી રહ્યાં છે.

 સીએએ-એનઆરસીની વિરોધમાં બંધનુ એલાન અપાયુ હતું  બુધવારે બંધનુ એલાન અપાયુ છે ત્યારે આ બંધને સફળ બનાવવા કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓ કામે લાગી છે.

કપરાડા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..