Back

ઉમા વિદ્યા સંકુલમાં "બાપુ સ્કૂલમે" સેમિનાર યોજાયો

અહેવાલ - ભાવિક રૈયાણી

ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉમા વિદ્યા સંકુલમાં તારીખ - 28 જાન્યુઆરી 2020 ના રોજ IITE - ગાંધીનગર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગાંધીજીના જીવન ચરિત્રના ગુણો વિશેની ચર્ચા કરવામાં આવી હતી તથા ગાંધીજીના આઝાદી માટેના આંદોલનો અને ગાંધીજીના પ્રસંગો વાગોળવામાં આવ્યા હતા. આ પ્રકારના સેમિનાર કરવાનો ખાસ હેતુ વિદ્યાર્થીઓમાં સત્યનો ગુણ પ્રસ્થાપિત થાય તથા આવા મહાપુરુષોના ચરિત્રો અને ગુણોથી વાકેફ થાય તે છે. આ તકે આ સેમિનારમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માહિતી આપનાર IITE - ગાંધીનગરના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલશ્રી દીપકભાઈ દેત્રોજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..