Back

વાપી શહેરમાં હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સહાય કાર્યક્રમ યોજાયો

વલસાડ.વાપી

રિપોર્ટર.યુસુફ ઘાંચી

 વાપી શહેરમાં આવેલી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ ની સુવાસ સમગ્ર વાપી શહેરમાં ફેલાઇ છે . ટ્રસ્ટન દ્વારા ગુજરાત રાજ્ય સરકાર ની ગરીબોલક્ષી સહાય યોજનાઓ હાર્ટ, કીડની , કેન્સર , વિધવા બહેનોને તથા   ત્યકતા  બહેનોને સહાય  ,આઈ.ટી.આઈ.મા ગરીબ શ્રમજીવી પરિવારના બાળકો ને કેરીયર ગાઈડેનસ તથા ટેકનીકલ એડમિશન તથા ફી સહાય , રેશનકાર્ડ માં બંધ થયેલી અનાજની યોજના માં માર્ગદર્શન સહાય , તથા અન્ય તમામ કાનુની સેવા, માનવીય મુલ્યો તથા તમામ વર્ગના નાતજાતના ભેદભાવ વગર નાગરિકો માટે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના દરવાજા કાયમ ખુલ્લા રહેતા હોય છે.


 ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે "  હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી" તરફથી ગરીબ શ્રમજીવી પરિવારના ભાડેથી  હાથલારી ઉપર શાકભાજી, ફ્રુટ , કપડાં અને પુઠા પેપર તથા અન્ય ધંધો કરતા ગરીબ લારીવાળાઓને ટ્રસ્ટ દ્વારા હાથલારી આપવાનાં પ્રોગ્રામ નું આયોજન ઈમરાન નગર મસ્જિદ પાસે કરવામાં આવ્યું હતું.તથા આ પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગરીબ વિધવા બહેનોને વિધવા સહાય મેળવવા માટે આવકનાં દાખલા , સોગંદનામુ નોટરી તથા અન્ય તમામ ડોક્યુમેન્ટ કાગળો નો તમામ ખર્ચો સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને આ તમામ તથા અન્ય સુવિધાઓ વિના વિધવા બહેનોને આપવામાં આવે છે. આ વિધવા બહેનોને વિધવા સહાય યોજના જે વાપી શહેર મામલતદાર કચેરીમાં તાલુકા મામલતદાર એસ.ડી.પટેલ., વાપી શહેર મામલતદાર ભોયા  , ડેપ્યુટી મામલતદાર આરીફ શેખ , હેતલબેન શાહ ની મદદથી મંજુર કરવામાં આવ્યા હતા અને જે દર મહિને રૂપિયા ૧૨૫૦ બહેનોને આપવામાં આવે છે.તેથી આ વિધવા સહાય પત્ર પણ આપવાનો કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યો હતો. 

    આ કાર્યક્રમમાં ભારત દેશ નું બંધારણ ઘડનારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર  ગરીબ શ્રમજીવી પરિવારની સાથે સહાયતા માટે ખાસ હાજર રહ્યા હતા તથા તેઓની સાથે ન દલિત શોષિત સમાજના રાષ્ટ્રીય અગ્રણી વિમલ મકવાણા ,ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી સામાજિક કાર્યકર વાપી ભીમરાવ કટકે , જમીયતે ઉલમા એ વાપી નાં અગ્રણીઓ ઈનતેખાબ ખાન ,એમ.એન.ખાન., હનીફ બેલીમ , અબ્દુલ વહાબખાન ,   ફારૂક સોલંકી ,  માજી કાઉન્સિલર નાશીર પાનવાલા , તાજુદીન દમણીયા , પ્રો આઈ.યુ.ખાન, અલીગઢ નાં શબુભાઈ , શબ્બીર શિરોહા ,‍ ઈકબાલ ચૌહાણ ,  અસ્લમ મેતર ,  અસ્લમ કાર સીગારવાલા , કાદરીયા ચિશ્તીયા મસ્જિદ નાં ટ્રસ્ટી આરીફ વાગડીયા પપુભાઈ ખાંડા ,  શહીદ શિરોહા , અગ્રણીઓ દ્વારા ગરીબ શ્રમજીવીઓને નવી હાથલારીઓનું રોજગાર મેળવવા માટે આપવામાં આવી હતી તથા વિઘવાબહેનોને ૧૨૫૦ ની માસિક સહાય મંજુર કરવામાં આવેલ સહાય યોજના નુ તેઓનાં હસ્તે વિતરણ કરવામાં આવી હતી.તથા  ભીમરાવ યશવંતરાવ આંબેડકર દ્વારા ગરીબ શ્રમજીવી પરિવારની વિધવા બહેનોને તથા હાથલારીવાળા ગરીબ શ્રમજીવી ભાઇઓની રજુઆત સાંભળીને લાગણીશીલ થયાં હતાં.


 સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી,  નાશીર પાનવાલા , પ્રો આવી.યુ.ખાન. , અબ્દુલઅઝીઝ શેખ ,  આરીફ ખાન ,     સલમાન ચૌહાણ, આસીફ ઘાંચી ,જીલુબેન  મનસુરી, અસ્લમ મેતર,પપ્પુ મિર્ઝા , તથા અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.



        

વાપી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..