Back

વાપી શહેરમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

વલસાડ. વાપી

રિપોર્ટર.યુસુફ ઘાંચીવલસાડ જિલ્લામાં  સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને વાપી શહેરમાં  શોભાયાત્રા કાઢવામાં આવી હતી.


  વાપી શહેર માં પણ સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા ભારતીય સંવિધાન તથા રાષ્ટ્રીય એકતા ઉપર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થા સંવિધાન ગૌરવ  સંયુક્ત  સમિતિની આગેવાની હેઠળ ભવ્ય રેલી  સ્ટેશન રોડ કોપરલી સીગનલ ચાર રસ્તા પાસેથી નીકળી હતી .આ સંવિધાન ઉપર વાપીમાં નાગરિકો નેં માર્ગદર્શન આપવા માટે ભારત દેશ નું બંધારણ ઘડનારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર  તથા રાષ્ટ્રીય દલિત, વંચિતો માટે કામ કરતા વિમલ મકવાણા  , સામાજિક કાર્યકર ભીમરાવ કટકે , તથા અન્ય અગ્રણીઓ દ્વારા આ રેલી માં જોડાયાં હતાં  તથા ઈમરાન નગર  પાસે પહોંચતા ત્યાં મુસ્લિમ અગ્રણીઓ  ઈનતેખાબ ખાન, હનીફ બેલીમ ,એન.એમ.શેખ, આરીફ વાગડીયા , અસ્લમ શેખ , ફારૂક સોલંકી , અબ્દુલવહાબ ખાન, અલીએહમદ શેખ ,નાશીર પાનવાલા , તાજુદીન દમણીયા ,  યુસુફ ઘાંચી , શેખ , શબીર સીરોહા , ઈકબાલ ચૌહાણ દ્વારા આ રેલીમાં અગ્રણીઓ નું અભિવાદન કર્યું હતું.ઈમરાન નગર મા હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગરીબ શ્રમજીવી પરિવારોને સહાય કાર્યક્રમ હાથલારી આપવાનાં તથા વિધવા બહેનોને વિધવા સહાય યોજના મંજુરી સહાય પત્રો ભીમરાવ યશવંતરાવ આંબેડકર દ્વારા આપવામાં આવ્યા હતા.ઈમરાન નગર થી રેલી આગળ વધી વાપી ચાર રસ્તા ,ભડકમોરા ,ચનોદ , ગુરૂદ્વારા ની સામે આવેલા માલી હોલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

   આ વિશાળ રેલી માં  તિરંગા સાથે સામેલ  , ઢોલ નગારા , ત્રાંસા સાથે ડી.જે. દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર ની જય ભીમ ના નારા સાથે ‌ ખુબજ સરસ આકર્ષણ જમાવ્યું હતું અને સમગ્ર રેલી નાં રૂટ ઉપર વાપી શહેર ના નાગરિકો તરફથી અભિવાદન તથા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી  બંધારણ નાં સુત્રોચ્ચાર કર્યા હતા અને દેશના સૌથી વધુ ગરીબો અને મજૂર વર્ગ , દલિતો માટે , આદિવાસીઓ માટે ન્યાય મેળવવા માટે ડૉ બાબાસાહેબ આંબેડકર નું સપનું પૂરું કરવા માટે ના સંકલ્પ કર્યો હતો . રેલી પૂરી થયા બાદ હોલમાં સામેલ હજારો નાગરિકો દ્વારા ભીમરાવ યશવંતરાવ આંબેડકર ની હાજરી માં બંધારણ નાં રક્ષણ માટે જાગૃતિ લાવવા તથા રક્ષણ કરવાનાં શપથ લીધા હતા. યોજાયેલી સભામાં ભીમરાવ યશવંતરાવ આંબેડકર દ્વારા હાલમાં ચાલી રહેલા દેશમાં બંધારણ વિરુદ્ધ ની કાર્યવાહી ની આલોચના કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતુ કે જો દલિતો, આદિવાસી, મુસ્લિમ સમાજના નાગરિકો જો આજે નહીં જાગે તો આવનાર સમય આ દેશમાં ફાસીવાદ નો રહેશે . મંચ પરથી વિમલ મકવાણા, આનંદરાવ સાલ્વે , ભીમરાવ કટકે,    વિજ્ય મહેસુયા ,ભીલીસથાન ટાઈગર સેના નાં જીતું પટેલ , માયા શિંદે , વિઠ્ઠલ ખરાત  દ્વારા તથા ઉદયસિગ ગોરપડે ,એમ.એન.ખાન. સહિત સ્ટેજ ઉપર થીં માર્ગદર્શન આપવા માટે હાજર રહ્યા હતા. સુધાકર ઈગલે ,અશોકરાવ ગાયકવાડ , વાલ્મીકિ કોલી , અસ્મિતા સાલ્વે , ગૌતમ પ્રધાન ,સુધાકર ધુધલે  જગન પ્રધાન ભગવાન તાયડે ,તથા તમામ અગ્રણીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં વાપીમા  આવેલ વિવિધ સામાજિક સંસ્થાઓ નાસહિત તમામ દ્વારા ખુબજ સરસ રીતે કામગીરી કરી ને આ જન્મ જયંતી સંયુક્ત રીતે રેલી કાઢી ને સફળ બનાવવા માટેની મહેનત કરી હતી.

વાપી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..