Back

મોરબી પંથકમાં બેરોકટોક ચાલતી ગુંડાગીરી નાથવા ધારાસભ્યએ જિલ્લા પોલિસ વડાને તકેદારી સેવવા કરી અપીલ

મોરબી પંથકમાં વિવિધ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્તિથિને લીધે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. અસામાજિક તત્વો બેરોકટોક વેપારીઓ પાસેથી છાશવારે ખંડણી ઉઘરાવતી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તદુપરાંત ગુના પકડવા માટે ઉપયોગમાં લેવાતા કેમેરા પણ હવે સલામત રહ્યા નથી. મોરબી શહેરમાં વ્યાપારીઓ પાસેથી પૈસા પડાવવા તેમજ જમીનો પડાવી લેવા જેવી પ્રવૃતિઓ ફૂલી ફાલી છે. મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં યુવાનની ગુમ થયાની ઘટના, વાંકાનેરની લૂણસરની સીમમાં મારામારીની ઘટના, માળીયા (મીં) ના પીપળીયા ચાર રસ્તે ટ્રક ચોરીની ઘટના, ટંકારાના મીતાણાના બહુચરાજીના મંદિરમાં ઘરેણાંની ચોરી, લીલાપર રોડ ઉપર રહેણાંકના મકાનમાં દારૂ વેંચાતો હોવાની લોકોની ફરિયાદો, નવલખી બંદરે કોસ્ટ ગાર્ડ અને મરીન સર્ચની કામગીરીમાં સેવાતી ઉપેક્ષા, માળીયા (મીં) ના ખાખરેચી ગામે બેંકમાં ચોરી થવાની ઘટના, હળવદના ચરાડવા ગામે ગુરુકુળમાથી રૂ. ૧.૫૦ લાખની ચોરીની ઘટના, મોરબીમાં વ્યાજખોરોના આતંકને લીધે તેમજ આર્થિક છેતરપિંડીની બનતી ઘટનાઓ, માળીયા (મીં) ના હરિપર પાસે દારૂની આધુનિક ભઠ્ઠી, મોરબી શહેરમાં લૂટના ઇરાદે હુમલો, મોરબી તાલુકાની જાંબુડિયા શાળામાંથી તસ્કરો CCTV ચોરી ગયાની ઘટના, મોરબી શહેરમાંથી આર્થિક ઉઠાંતરીની વકરતી જતી ઘટનાઓ વગેરે ચિંતા પ્રેરક છે.

 

આ બાબતે પોલિસની ધાક ગુંડાગીરી કરતાં લોકો ઉપર વર્તાય તેવી તકેદારી જિલ્લા પોલિસ તંત્રએ સેવવી જોઈએ તેવી અપીલ ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ કરી છે.  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..