Back

જૂનાગઢ મહિલા કોન્સ્ટેબલે પોતાનો ૨૫મો જન્મદિન દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો

જૂનાગઢ : જૂનાગઢના બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડના પત્ની અને એલ.આઈ.બીમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રિવાબેન વિશનભાઈ કાથડના આજે ૨૫માં જન્મદિવસની પરિવાર સાથે જૂનાગઢ નજીકના વિજાપુર ખાતે આવેલ સાંપ્રત દિવ્યાંગ બાળકોની સંસ્થા પર જઈને ઉજવણી કરી હતી.

આમ જોવા જઈએ તો આ વાત આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને ઘરના નાના મોટા પ્રસંગે મોંઘી દાટ હોટલોમાં જઈ રૂપીયાની છોળો ઉડાળનારા માટે થોડી વાર શરમ જનક સ્થિતિનું નિર્માણ કરનારી હતી કારણ એક મહિલા કોન્સ્ટેબલએ પણ નાની ઉંમરમાં તેનો ૨૫મો જન્મદિવસ સમાજિક સંસ્થામાં જઈ ઉજવણી કરતા જોઈ તેમની સાથે કામ કરનારા સ્ટાફ તેમજ અધીકારી ગણને તેમજ ઉચ્ચ અધિકારીઓ માટે એક પ્રેરણાદાયી દિવસ રહ્યો હતો. 

કોઈપણ ઉજવણી શહેરમાં અને પ્રેસ મીડિયામાં ઢોલ પીટવા અને હજારો રૂપિયા હોટેલમાં ખર્ચ કરવા કરતાં જરાક પણ પ્રસિધ્ધિ કર્યા વગર માનસિક વિકલાંગ બાળકોની સંસ્થામાં ઉજવણી કરવાનું તેમણે અને તેમના પરિવારે નક્કી કર્યું હતું.

તેમજ વધુમાં રિવાબેનએ જણાવ્યું હતું કે આપણા અમૂલ્ય જીવનનો આ ખાસ દિવસ સમાજ ને કંઈક અર્પણ કરવા માટેનો દિવસ બની જાય તેમ કહ્યું હતું. 

આ અંગે વિશનભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે તેમના અર્ધાંગિની રિવાબેનનો જન્મ દિવસ હતો સાથે વર્કિંગ દિવસ હતો એટલે તેમણે કામની સાથે સાથે સવારથી પતિ પત્ની દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આજે આપણે જન્મદિવસની ઉજવણી કોઈ ખાસ રીતે કરવી છે. ત્યારે રિવાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે આજે આપણે જન્મદિવસ વિજાપુર ખાતે આવેલ સાંપ્રત માનસિક વિકલાંગોની સંસ્થા ખાતે કરવી છે ત્યારે વિશનભાઈએ તરત જ ફોન ઉઠાવીને મિત્રો તેમજ નજીકના સગા સંબંધીઓને જાણ કરીને દરેકને આ બાળકોની એક દિવસ સેવા કરવા સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું, અને પોતે તથા પરિવાર સાથે વિજાપુર ખાતે આવેલ સાંપ્રત માનસિક વિકલાંગ બાળકોની સંસ્થા જે પોતાના બાળકોની જેમ સાચવતી સંસ્થામાં ગયા હતા.

આ તકે વિશનભાઈ તથા પરિવારની સાથે સાથે સ્ટાફના કર્મચારીઓ તથા મિત્રો નિખીલભાઈ ચૌહાણ, યોગેશભાઈ ભાષા, રસિકભાઈ સારીખડા, હરસુખભાઈ પરમાર, ધમાભાઈ સહિતના મિત્રો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..