Back

ભારતે રોમાંચક સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને અંતિમ બોલે હરાવ્યુ હતું.

ભારતે રોમાંચક સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને અંતિમ બોલે હરાવ્યુ હતું. રોહિત શર્માએ સુપર ઓવરમાં અંતિમ બોલે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવતા મેચ ટાઇ થઇ હતી. જે બાદ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સુપર ઓવરમાં રોહિત શર્માની આક્રમક રમતની મદદથી જીત મેળવી હતી. અંતિમ બોલમાં ભારતને જીતવા માટે 4 રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ ટીમ સાઉથીની ઓવરમાં સિક્સર ફટકારી હતી. આ સાથે જ પાંચ મેચની ટી-20 સિરીઝ ભારત 3-0થી જીતી ગયુ છે.



સુપર ઓવરમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યુ


ન્યૂઝીલેન્ડ તરફથી સુપર ઓવરમાં કેપ્ટન કેન વિલિયમસન અને ગુપ્ટિલ બેટિંગમાં આવ્યા હતા જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહે બોલિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ બોલિંગ કરી હતી. અંતિમ 2 બોલમાં જ્યારે ભારતને જીતવા માટે 10 રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ બન્ને બોલમાં સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી.


સુપર ઓવરનો રોમાંચ


ન્યૂઝીલેન્ડના સુપર ઓવરમાં 17 રન


બોલર- જસપ્રિત બુમરાહ બેટ્સમેન- ગુપ્ટિલ-વિલિયમસન


પ્રથમ બોલ- વિલિયમસનનો 1 રન

બીજો બોલ- ગુપ્ટિલનો 1 રન

ત્રીજો બોલ- વિલિયમસનના 6 રન

ચોથો બોલ- વિલિયમસનના 4 રન

પાંચમો બોલ- બાયનો 1 રન

છઠ્ઠો બોલ- ગુપ્ટિલના 4 રન


ભારતને જીતવા માટે 18 રનનો પડકાર


બેટ્સમેન- રોહિત શર્મા-લોકેશ રાહુલ બોલર- ટીમ સાઉથી


પ્રથમ બોલ- રોહિત શર્માના 2 રન ( 5 બોલમાં 16 રનની જરૂર)

બીજો બોલ- રોહિત શર્માનો 1 રન (4 બોલમાં જીતવા માટે 15 રનની જરૂર)

ત્રીજો બોલ- લોકેશ રાહુલના 4 રન (3 બોલમાં જીતવા માટે 11 રનની જરૂર)

ચોથો બોલ- લોકેશ રાહુલનો 1 રન (2 બોલમાં જીતવા માટે 10 રનની જરૂર)

પાંચમો બોલ- રોહિત શર્માના 6 રન (1 બોલમાં જીતવા માટે 4 રનની જરૂર)

છઠ્ઠો બોલ- રોહિત શર્માના 6 રન




અંતિમ ઓવર સુધી પહોચી મેચ


ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચ અંતિમ બોલો સુધી પહોચી હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. જોકે, મોહમ્મદ શમીની આક્રમક બોલિંગને કારણે મેચ ટાઇ થઇ હતી.


અંતિમ ઓવરનો રોમાંચ (ન્યૂઝીલેન્ડને જીતવા માટે 6 બોલમાં 9 રનની જરૂર)


બેટ્સમેન: રોસ ટેલર- કેન વિલિયમસન- ટીમ સેફર્ટ બોલર- મોહમ્મદ શમી


પ્રથમ બોલ- રોસ ટેલરે ફટકારી સિક્સર ( 5 બોલમાં 3 રનની જરૂર)

બીજો બોલ- રોસ ટેલરનો 1 રન (4 બોલમાં 2 રનની જરૂર)

ત્રીજો બોલ- કેન વિલિયમસન આઉટ (3 બોલમાં 2 રનની જરૂર)

ચોથો બોલ- ટીમ સેફર્ટનો 0 રન (2 બોલમાં 2 રનની જરૂર)

પાંચમો બોલ- બાયનો 1 રન (1 બોલમાં 1 રનની જરૂર)

છઠ્ઠો બોલ- રોસ ટેલર બોલ્ડ


ભારતના 179 રન


ભારત તરફથી રોહિત શર્માએ આક્રમક રમત રમી હતી. રોહિત શર્માએ 40 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે લોકેશ રાહુલે 27 રન બનાવ્યા હતા. શિવમ દુબે 3, વિરાટ કોહલી 38, શ્રેયસ અય્યર 17, મનિષ પાંડે અણનમ 14 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 10 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 95 રનની ઇનિંગ્સ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 31, કોલિન મુનરોએ 14, કેન વિલિયમસને 48 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી 95, રોસ ટેલર 17 રન બનાવ્યા હતા.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..