Back

જુવો રાજુલા જી.એમ.બી.પોલીટેક્નિક ની કામગીરી

જી.એમ.બી પોલીટેકનીક રાજુલાએ સેમેસ્ટર 5ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં છઠો નંબર મેળવ્યો


જી.એમ.બી પોલીટેકનીક ખાતે ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઘ્વારા  સેમેસ્ટરની 5 ની પરિક્ષા લેવામાં આવી હતી. તાજેતરમાં યુનિવર્સિટી ઘ્વારા જાહેર થાયેલા પરિણામ મુજબ કોલેજનું પરિણામ 80.56% આવ્યું હતું.


તેમજ ગુજરાતની 122 ડિપ્લોમા  ઇજનેરી કોલેજોમાં છઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જે રાજુલા વિસ્તાર માટે ગર્વની બાબત કહી શકાય. ઉલ્લેખનીય છે કે જી.એમ.બી. પોલીટેકનિકનું પરિણામ હંમેશા યુનિવર્સીટી પરિક્ષામાં ટોપ ટેનમાં હોય છે.


સંસ્થાના આચાર્ય પ્રો.(ડો.) કલ્પેશ વંડરાએ વિદ્યાર્થીઓને અને કોલેજના અધ્યાપકોને સારા રિઝલ્ટ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ જ રીતે મેહનત કરતા રહી સફળતા મેળવવાની રાહ બતાવી હતી.


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..