Back

મોડાસા ખાતે યોજાયો કોરોના વાયરસના અટકાયતી અને જાગૃતિ માટેનો વર્કસોપ

અહેવાલ 

મોડાસા ખાતે યોજાયો કોરોના વાયરસના અટકાયતી અને જાગૃતિ માટેનો વર્કસોપ

 અરવલ્લીના મોડાસા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન. કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતા હેઠળ કોરાના વાયરસના અટકાયતી અને લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું 

માન. જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે જિલ્લામાં ચીનથી છેલ્લા ૧૪ દરમિયાન જે લોકો પ્રવાસ ખેડી આવ્યા છે તેવા લોકોમાં કોરો નામનો વાઈરસ છે કે નહિ તેની ચકાસણી જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા કરવામાં આવશે અને જેમાં શંકાસ્પદ કોરાના વાયરસના દર્દી જણાય તો તેની સારવાર કરવામાં આવશે આરોગ્ય વિભાગ ધ્વારા આગોતરું આયોજન કરી  જિલ્લાની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં એમ કુલ ૧૨ બેડ અને  ૮ વેન્ટીલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે.  

તાજેતરમાં ૨૦૧૯ માં ચીનના વુહાન અને હુબઈ પ્રાંતમા તદુપરાંત જાપાન,થાઈલેન્ડ અને સાઉથ કોરીયામાં કોરોનાં વાયરસના દર્દીઓના સૌથી વધુ કેશ નોધાયા છે અને આ વાયરના કારણે મૃત્યુ પણ પામેલ છે.ગુજરાતના અરવલ્લી જિલ્લાના અભ્યાસ અર્થે  ચીનમાં ગયેલ છે તેઓ  ભારતમાં પરત આવતાં તેમની યોગ્ય ડોક્ટરી તપાસ કરમાં આવશે એમ પણ જણાવ્યું હતું તથા તંત્ર ધ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અમરનાથ વર્માએ કોરોના વાયરસના લક્ષણો વિશે અને તેનાથી બચવા માટેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને ચીનથી પ્રવાસ ખેડી કોઈ પરત આવ્યા હોય અને ડોક્ટરી તપાસ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને આવા લક્ષણો વાળા કોઈ દર્દી હોય તો તેની જાણ હેલ્પલાઈન નંબર +91 1123978046 તેમજ ડીઝાસ્ટારના ટેલીફોન નંબર પર જાણ કરવા જણાવ્યું હતું.

આ વર્કશોપમા આઈ.એમ.એ ના ચેરમેનશ્રી ડો.દિવ્યાંગ, જિલ્લાના અન્ય ડોક્ટરો અને પ્રેસ અને મીડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..