Back

સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક એર કાર્ગો ટર્મિનલનું આજરોજ ઉદ્ઘાટન થયુ

આજ રોજ તારીખ ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ જે વર્ષોથી એરપોર્ટના વિકાસનું સપનું જોવાઇ રહ્યું હતું.જે હવે પૂરું થતું જણાય રહ્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર ધંધામાં ફાયદો થાય તે હેતુથી આજે સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક એર કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન થયું હતું 14 હજાર સ્ક્વેર  ફૂટમાં તૈયાર થયેલા કાર્ગો ટર્મિનલના ગ્રાઉન્ડ ફલોર 10,800 સ્ક્વેર ફૂટનો છે પહેલો માળ 3200સ્કવેરફૂટનો છે,ગ્રાઉન્ડ ફલોર પર કોલ્ડ સ્ટોરેજ રૂમ,સેન્સિટિવ કાર્ગો,કેરેજ એન્ડ ગુડ્સ અને સ્ટ્રોંગ રૂમ છે.25 ટન માલ ભરી શકતા વિમાનો અહીંયા ઉતરી શકશે.દક્ષિણ ગુજરાતના શાકભાજી,ફળ ફૂલ કે માલ -સામાન અન્ય શહેરોમાં સરળ રીતે મોકલી શકાશે.જેનો ફાયદો દક્ષિણ ગુજરાતના વેપારી યોને થશે.