Back

સુરતઃ પાંડેસરામાં આવેલા વડોદ વિસ્તારમાં શાકભાજીના વેપારીનું ગળું કાપી હત્યા કરાઇ

સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદમાં આવેલ મહાવીર નગર માં શાકભાજીના વેપારીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી જેની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોચિ હતી.

       પાંડેસરામાં આવેલા વડોદ મહાવીર નગરમાં રહેતો અને મૂળ યુપીના વતની અને શાકભાજી અને ગેસ બોટલ રિપેરિંગનો ધંધો કરતો પ્રેમ લાલ ગુપ્તા તેની પત્ની સાથે મહાવીર નગર પ્લોટ નંબર 27 અને રૂમ નંબર 4 માંછેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં  રહેતો હતો.આજે સવારે તેની પત્નિ અે બૂમાબૂમ કરતાં આજુબાજુની સોસાયટીના લોકો એકત્રિત થઈ ગયા હતા અને મરણ પામેલ ની પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ ચાર અજાણ્યા ઈસમો દ્વારા ઘરમાં ઘુસી તેનું ગળું કાપી ભાગી ગયા હતા.ત્યારબાદ પાંડેસરા પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસને પત્નીના નિવેદન પર શક જતા આજુબાજુના વિસ્તારના લોકોને પૂછતાછ કરતા જાણવા મળેલ કે અવાર નવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.જેનેલઇને પોલિસ ને પત્નિ પર સંકાજતા પત્નિ નિ વધુ પુછપરછ નિ તપાસ હાથ ધરાઇ હતિ