Back

હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા NRC અને CAA બીલના વિરોધમાં વિવિધ વિસ્તારો જડબેસલાક બંધ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




દેશભરમાં NRC અને CAA બીલના વિરોધમાં બુધવારના રોજ અપાયેલ દેશવ્યાપી બંધમાં હાલોલ નગરના મુસ્લિમો પણ જોડાયા હતા જેમાં હાલોલ મુસ્લિમ સમાજના લોકોએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખી આ કાયદાનો સખ્ત વિરોધ દર્શાવ્યો હતો. જેમાં બંધની સૌથી વધુ અસર મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળી હતી.

     સમગ્ર ભારત વર્ષ છેલ્લા કેટલાય સમયથી CAA NRC અને NRP ને લઈ ભારે વિરોધ ઉઠવા પામ્યો છે જેમાં દેશભરની વિવિધ જાતિના લોકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. જેમાં તા.29/01/20ના બુધવારના રોજ ભારતના મુસ્લિમ સમાજ બહુજન ક્રાંતિ મોરચા,એસ.ટી.અને ઓ.બી.સી.ના અગ્રણીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું  જેને સફળ બનાવી આવા  કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવવા હાલોલના મુસ્લિમ સમાજે સજ્જડ પંધ પાળ્યો હતો   હાલોલ મુસ્લિમ સમાજ બંધમાં જોડાઈ  બુધવારે વહેલી સવારથીજ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

   હાલોલ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આવેલા તેમજ નગરના પાવાગઢ રોડ, પાવાગઢ હાલોલ બાયપાસ રોડ, બસ સ્ટેન્ડ, વિસ્તાર બોમ્બે હાઉસ ટાવર વિસ્તાર, મુખ્ય બજારો, કસ્બા વિસ્તાર,લીમડી ફળીયા, ચરણદાસ નો ખાંચો સહિતના વિસ્તારોમાં આવેલા પોતાની દુકાનો, કેબીનો, ગલ્લાઓ, હોટેલો, ગેરેજો સહિતના ધંધાઓ જડબેસલાક બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું.

   જ્યારે શાકભાજીની લારીઓ ફ્રુટની લારીઓ સહિત વાહન ચાલકો તેમજ રીક્ષા ચાલકોએ પણ બંધમાં જોડાઈને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે નોકરિયાત વર્ગે પણ બંધને સફળ બનાવવા ઘરે રહી ટેકો આપ્યો હતો. 

    ભારતની કેન્દ્ર સરકાર સામે હાલોલ મુસ્લિમ સમાજના આગેવાનો,યુવાનો, તેમજ મહિલાઓએ રોષ પ્રગટ કરી caa  nrc અને npr ના કાયદાનો વિરોધ કરી તેને પરત લેવા માંગણી ઉચ્ચારી હતી.

  જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..