Back

કાલોલ શહેરમાં CAA અને NRC નાં કાયદા સામે મુસ્લિમ વિસ્તારો શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



દેશભરમાં આજે બહુજન ક્રાંતિ મોરચા  દ્વારા CAA અને NRC નાં કાયદા સામે વિરોધ કરવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગઇકાલથી જ વેપારી સહિત તમામ વર્ગનાં લોકોને આ  કાયદાનો વિરોધ કરવા માટે વિવિધ સંગઠનો દ્વારા અપીલ કરવામાં આવી હતી અને બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપ આજે કાલોલ શહેરનાં લધુમતી સમાજનાં વેપારીઓ દ્વારા એક દિવસ માટે કાલોલ હાઇવે ટાઉન પોલીસ ચોકી સામે શાકભાજી માર્કેટ લઈ નુરાની ચોક કસ્બા વિસ્તાર, કચેરી રોડ, અને રબ્બાની મસ્જિદ પાસેના નાનાં મોટાં લારી ગલ્લા, દુકાનો, શોપિંગ સેન્ટરોએ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ કરી કેન્દ્ર સરકાર દ્વારા સી.એ.એ અને એન.આર.સી નો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી ભારત બંધ ને સમર્થન આપી પોતાનુંં વિરોધ વ્યક્ત કર્યો હતો. કાલોલ પોલીસ તંત્ર દ્વારા કાલોલમાં બંધ દરમ્યાન તકેદારીનાં ભાગ રૂપે કાલોલ ટાઉન પોલીસ ચોકીમાં પ્રો.ડી.વાય.એસ.પી.હિમાલયા જોષી ની ઉપસ્થિતિમાં કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.બી.આર.કિશ્રયને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી બંધ દરમ્યાન ખાસ તકેદારી રાખી કોઈ પણ પ્રકારની રેલી, દેખાવો કે ટોળાશાહીથી દૂર રહેવા વિનંતી કરીને બંધ સ્વૈચ્છિક, શાંતિપૂર્ણ હોવો જોઈએ અને બંધ કરાવવા બળજબરી ન થવી જોઈએ શાંતિ,અમન અને ભાઇચારો જાળવવા તાકીદ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા લધુમતી સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..