Back

BAPS સ્વામીનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો.

નવસારી માં શ્રેષ્ઠ અને વિશિષ્ઠ મંદિર બન્યું છે. બધા તને મને અને ધને ખુબ સુખી થાય અને સેવા કરશો. ભગવાન અનંત ઘણું આપશે - પ.પૂ. મહંત સ્વામી મહારાજ. 

નવસારી ના આંગણે પૂર્ણા નદી ના તીરે ભવ્ય વિશ્વશાંતિ મહા યજ્ઞ યોજાયો જેમાં ૩૮૦ કુંડ પર ૩૭૫૦ યુગલો બેસીને યજ્ઞ દેવ ને આહુતિઆપી હતી. આયજ્ઞ મા ૧૦૦ થી વધારે વિદ્વાન ભૂદેવો પધારી યજ્ઞ વિધિ કરાવી હતી. હજારો હરિભક્તો-ભાવિકો મહા યજ્ઞના દર્શન કરવા માટે પધાર્યા હતા. 

 યજ્ઞ ઉત્સવમાંપ.પૂ. મહંત સ્વામી મહારાજ. ૧૦:૩૦ કલાકે યજ્ઞશાળાપધાર્યા, યજ્ઞશાળામાસ્થાપિત અક્ષરપુરષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ,હરિકૃષ્ણ હારાજ,નીલકંઠવરણી મહારાજ, રાધાકૃષ્ણ દેવ,રામ સીતાજી, શિવ પાર્વતી હનુમાનજી,શ્રી ગણેશજી, તથા ગુણાતીત ગુરુઓ ની મૂર્તિઓ નું પૂજન વિધિ કરી ત્યારબાદ  પ.પૂ. મહંત સ્વામી મહારાજએ મુખ્ય યજ્ઞ કુંડ મા અગન્ની પ્રજવલિત કરી અને યજ્ઞમા સૌ પ્રથમ આહુતિ આપી ત્યાર પછી ઠાકોરજીની આરતી કરી આશીર્વાદ આપતા પ.પૂ. મહંત સ્વામી મહારાજએ અમૃત વાણી વહાવી : નવસારીમા શ્રેષ્ઠ અને વિશિષ્ઠ મંદિર બન્યું છે બધા તન મન અને ધને ખુબ સુખી થાય. સેવા કરશો ભગવાન અનંત ઘણું આપશે માયા પર કરી અક્ષરધામ નું સુખ આપશે.સંપ સુહદ એકતાનું સવિશેષ પ્રવર્તન કરવાનું છે . અનંતકલ્પથીઆપણે ભટકી રહ્યા હતા , ભગવાન સ્વામિનારાયણ એ કૃપા કરી ભક્તોના મનોરથ-સંકલ્પો પુરા કર્યા છે શાસ્ત્રીજી મહારાજ એઅક્ષરપુરષોત્તમ ઉપાસના આપી ડંકો માર્યો છે. બધામંદિર નો લાભ લેવો નીલકંઠવર્ણી અભિષેક નો લાભ લેવો. ને પ્રદક્ષિણા કરવી.

અશીર્વાદ બાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજ એ સંપૂર્ણ યજ્ઞ શાળા મા વિચરી પ્રત્યેક યજમાનને દર્શન આપ્યા
આ સાથે સંસ્થાના વરિષ્ઠ સંતોપૂ. ડોક્ટર સ્વામી, પૂ. કોઠારી સ્વામી,પૂ.ઈશ્વરચરણ સ્વામી, પૂ.વિવેક સાગર સ્વામી,પૂ.ઘનશ્યામ ચરણ સ્વામી અને તથા ૩૦૦ થી વધારે સંતો આવિશ્વશાંતિ મહા યજ્ઞ માપધાર્યા હતા.આયજ્ઞ શાળાની વિશિષ્ટતા એ હતી કે મહીલા મંડળ એ અને સ્વયંસેવકો એ સમગ્ર યજ્ઞ શાળામાં માટી અને ગાયના છાણા નું લીપણ કરીને બનાવી હતી. અનેયજ્ઞશાળા ને ગંગા જળ અને ગૌ મુત્ર છાંટી ને પવિત્ર કરી હતી.

આજે યજ્ઞ સાથે રક્તદાન યજ્ઞ નું પણ આયોજન કર્યું હતું જેમાં ૫૦ બોટલ રક્ત પ્રાપ્ત થયું હતું યજ્ઞશાળા માટે વિશાળ જમીનની સેવા આપનાર શ્રી કાદર ભાઈશેખ,શ્રી ભૂપત ભાઈ,શ્રીરમેશભાઈ વ્યાસ અનેશ્રીમહેશભાઈ હીરપરા ને સ્વામીશ્રીએ આશીર્વાદ આપી આભાર વ્યક્ત કર્યો હતો.સાંજેસંતો દ્વારા સુંદર કીર્તન ભક્તિ નો પણ લાભ આપવા મા આવ્યો...

મંદિર મહોત્સવ નો શીરમોડ દિવસ એટલે મૂર્તિપ્રતિષ્ઠા વિધિ, ૩૦-1-૨૦૨૦ ના દિવસે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ મા પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના વરદ હસ્તે વૈદિક વિધિ સાથેપ્રતિષ્ઠા વિધિસંપન્ન થશે. 

નવસારી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..