Back

મહેસાણામાં અર્બુદા ભવન ખાતે ઓબીસી, એસ સીમાઈનોરીટીનની મીટિંગ યોજાઈ

મહેસાણાના અર્બુદા ભવન ખાતે ઓબીસી,એસ સી,એસ ટી,માઇનોરીટીના આગેવાનોની મિટીંગ યોજાઈ જેમાં તા-1/08/2018 નો જી,આર રદ કરવા અને એલ, આર, ડી ભરતી પ્રક્રિયામાં ઓબીસી,એસ,ટી સમાજની દીકરીઓ ને થયેલા અન્યાય સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે, 

ઓબીસી,એસ સી, એસ ટી, સમાજની દીકરીઓ છેલ્લા 51 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેસી છે જેમાં 4 દીકરીઓ 6 દિવસથી અન્નનનો ત્યાગ કર્યો છે છતાંય સરકારી તંત્ર એ આંખ આડા કાન કર્યા જેવી સ્થિતિ સર્જાઇ છે, 

મહેસાણાના તોરણવાળી ચોકમાં તા-07/02/2020 ના રોજ આંદોલન કરવામાં આવશે જેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો, 

રિપોર્ટર પ્રકાશકુમાર 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..