Back

પંચમહાલ:- ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો,પરિવારજનો ચિંતામાં

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી



પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામનો 22 વર્ષીય યુવાન ચાઈના ના જુનજાન સિટીમાં જુનજાન યુનિવર્સીટી માં M B B S ના અભ્યાસ અર્થે ગયેલ છે. જે ને લઇ હાલ માં ચીન માં હાહાકાર મચાવેલ કોરોના વાયરસ ને લઈ યુવાન ના પરિવાર અહીંયા ખુબ ચિંતિત છે. તેમનો છોકરો સહી સલામત માદરે  વતન ભારત માં પરત ફરે તે માટે ના પ્રયત્નો કરી રહ્યા છે.

  જાણવા મળેલી અને યુવાન ના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામના માધ્યમ વર્ગના સોમાભાઈ શભાઈ ભાઈ સોલંકી નો 22 વર્ષીય પુત્ર ધીરજ સોલંકી ચાઈના ના જુનજાન સિટી માં જુનજાન યુનિવર્સીટી માં M B B S ના અભ્યાસ અર્થે ગયેલ છે. અને હાલમાં M B B S  ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે. પરંતુ હાલ માં ચીન માં હાહાકાર મચાવેલ કોરોના વાયરસ ને લઈ યુવાન ના પરિવાર ખુબ ચિંતિત છે.પોતાના વાલસોયાં દીકરાને કઈ થઇ ના જાય અને તેમનો છોકરો સહી સલામત માદરે વતન પરત ફરે તે માટે અથાગ પ્રયત્નો કરી 2 જી ફેબ્રુઆરી ના રોજ ની  જૂનજાન થી ભારત માં પરત ફરવા માટે ની ટિકિટ પણ બુક કરાવી દીધી છે. આ  હવાઈ જહાજ નાનચંગ થી કૂનમિંગ થઇ કલકત્તા આવનાર છે  પરંતુ પંચમહાલ જિલ્લાના ગામડામાં રહેતા અને પુરી જાણકારી નહિ હોવાને કારણે એર ટિકિટ લીધાબાદ ખબર પડી કે હવાઈ જહાજ નાનચંગ થી ઉપડેલ ફ્લાઈટ કૂનમિંગ ખાતે 38 કલા નો હોલ્ટ હોવાથી ધીરજ સોલંકી નો પરિવાર ખુબ ચિંતિત છે અને ખુબ ગભરાયેલ કારણ કે હાલ માં ચીન માં કોરા નો વાઇરસ નો ખુબ વાવર ચાલી રહ્યો છે. તો આ 38 કલાક માં કૂનમિંગ ખાતે પોતાના છોકરા ને કઈ ના થઇ જાય તે માટે તેના પરિવાર જણો ખુબ ચિંતિત છે તેમ નો છોકરો વેલામાં વહેલો ઘરે આવી જાય અને કૂનમિગ ખાતે 38 કલાક બેસી રહેવું ના પડે  અને તે જલ્દી માદરે વતન ભારત ખાતે આવે તેવી મથામણ અને ઉલઝન માં પરિવાર જણો ખુબ ચિંતિત છે હાલ માં તે સહીસલામત અને સુરક્ષિત છે પરંતુ આવા માહોલ માં પોતાનો છોકરો કેવો હશે અને તે કઈ થઇ ના જાય તેવી ચિંતા માં સારી પડ્યા છે હાલ માં 38 કલાક કૂનમિંગ ખાતે તેને રહેવું ના પડે અને બીજી કોઈ  ફ્લાઈ દ્વારા તેને પરત લાવા માટે હાલ તેના પિતા સોમાભાઈ સોલંકી પ્રયત્નો કરી રહ્યા છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..