Back

ઉમરગામની યુવતી થઈ ગુમ જાણવા જોગ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જી.આઇ.ડી.સી કાકડીયામોરા ક્રિષ્‍ણાકુંજ સોસાયટીની રહેવાસી યુવતી, સપનાબેન જયપ્રકાશભાઇ ઝા, તા.૧૯-૦૧-૨૦૨૦ના રોજ પોતાના ઘરેથી વાપી કામ અર્થે જાઉં છું તેમ કહી ગયેલ, જે આજ દિન સુધી પરત આવ્‍યા નથી જે ગુમ થયા છે. ગુમ થનારની ઉ.વ ૨૧, ઉંચાઇ ૫.૫ ફુટ, રંગે ઘઉંવર્ણની, શરીરે પાતળા બાંધાની છે. તેણીની ડાબી આંખની નીચે લાલ ડાઘનું નિશાન છે. તેણીએ શરીરે કાળા લરનો ડ્રેસ અને સફેદ કલરની લેગીંસ તથા પગમાં કપડાની ચંપલ પહેરી છે. તેણી ગુજરાતી અને હિન્‍દી ભાષા જાણે છે. આ યુવતિની જો કોઇને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા પોલીસ ઇન્‍સ્‍પેકટર, ઉમરગામ  દ્વારા જણાવાયું છે.

ઉમબેરગૌણ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..