Back

સુરત: ભેસ્તાન ડિંડોલી બ્રિજ પર કાર અને બાઇક અકસ્માતમાં એકનું મોત

ભેસ્તાન ડિંડોલિ બ્રિજ પર બાઇક ચાલકદ્વારા અોવરટેક કરવા જતાં કારની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.અકસ્માત થયા બાદ કાર ચાલક દ્વારા ૧૦૮ જાણ કરી બાઈક ચાલકને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

         મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલા અક્ષર દીપ સોસાયટીમાં આશિષ મનજીભાઇ ડાખરા ઉ.૨૪ પરિવાર સાથે રહેતો હતો અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ હતો. કતારગામ ભેસ્તાન ડિંડોલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બાઈક પર જઈ રહ્યો હતો.દરમિયાન ભેસ્તાન ડિંડોલી બ્રિજ પર કાર નિ ઓવરટેક કરવા જતાં કારની અડફેટમાં આવતા ગંભીર રીતે ઘવાયો હતો.ઇજાગ્રસ્ત બાઇક ચાલકને ૧૦૮ મારફતે કાર ચાલક સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો.જ્યાં સિવિલ તબીબો દ્વારા તપાસ કરતાં બાઈક ચાલકને મૃત જાહેર કરાયો હતો