Back

મહેસાણા ના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં રખાયેલા બાળ આરોપી નુ શંકાસ્પદ મોત

એક સપ્તાહ અગાઉ મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં  થી ભાગી છૂટેલા ૯ બાળકો પૈકી અમદાવાદ રેલવે સ્ટેશનથી બુધવારે પકડાયેલા એક આરોપીને મહેસાણા લવાયો હતો, અહીં બાળ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવેલા એક બાળ આરોપીનું શંકાસ્પદ હાલતમાં મોત થતા હોબાળો મચી જવા પામ્યો છે, આ ઘટનાને પગલે મહેસાણા દોડી આવેલા મૃતક આરોપીના પરિવારજનોએ બાળકને મૂઢ માર મારવામાં આવતા મૃત્યુ થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે,

ગત તા. 3/2/2020ને સોમવારના રોજ મહેસાણા ખાતે રાધનપુર ચોકડી નજીક આવેલ  બાળ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવેલા બાળ કેદીઓને સવારના સુમારે નાસ્તો આપવા ગૃહપતિ વિષ્ણુભાઈ ગયા હતા, તે વખતે લૂંટ ,હત્યા અને ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા અમદાવાદ સુરત અને સેલવાસના 9 આરોપીઓએ ગૃહપતિ અને બે સુરક્ષા કર્મીઓ પર હુમલો કરી તેઓને જુદા જુદા રૂમમાં પુરી દઇ  નાસી છૂટયા હતા, ભાગી ગયેલા બાળ આરોપીઓ પૈકી મૂળ વિરમગામના દસલાણા ના અને હાલમાં અમદાવાદ ખાતે  રહેતો ચિરાગ મુકેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 18 બુધવારના રોજ અમદાવાદના રેલવે સ્ટેશન પરથી પકડાયો હતો , જેને નરોડા પોલીસ દ્વારા પરત મહેસાણા ખાતેના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં લઈ જવાયો હતો, જોકે અહીં મોડી રાતે શ્વાસની તકલીફ થતાં બાળ આરોપી ને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં  ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પિતા ની વેદના શરીર ઉપરના મારના નિશાન કહે છે મારા દીકરાને મારે નંખાયો છે

પોતાનો દીકરો ગુમાવનાર મુકેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે બુધવારે 8:30 નરોડા પોલીસનો ફોન આવતા હું મારા દીકરાને મળ્યો હતો ત્યારે એ સ્વસ્થ હતો ત્યારબાદ રાત્રે અઢી વાગે મહેસાણા થી ફોન આવેલો કે તમારા દીકરાને શ્વાસની તકલીફ છે તેથી પરિવાર સાથે મહેસાણા સિવિલમાં આવતા મારો દીકરો મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળેલ તેનો મૃતદેહ જોતા તેના ગળા અને શરીરના ભાગે મારના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા જેથી તેને મૂઢ માર મરાયો હોવાથી જવાબદારો સામે પગલાં ભરવા અમારી માંગ છે

સિવિલ હોસ્પિટલમાં હોબાળો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મહેસાણામાં બાળ આરોપીનું શંકાસ્પદ મોત થતાં સિવિલ હોસ્પિટલમાં મૃતકના પિતા સહિત સગા સંબંધીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ એકઠા થયા હતા, અને બાળ ઓબ્ઝર્વેશન હોમ સામે ગંભીર આક્ષેપો કરતા હોબાળો મચી ગયો હતો, જેના પગલે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ની પેનલ પોસ્ટમોર્ટમ કરશે

બાળકીના શંકાસ્પદ મોત બાદ બારોટ ના જવાબદારો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેના કારણે મૃત્યુ પામનાર બાળ આરોપીના મૃતદેહનું અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરવા પોલીસ સુરક્ષા હેઠળ લઈ જવામાં આવી હતી મૃત્યુનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે

 પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ શું કરવું તે નિર્ણય કરાશે

મહેસાણા ખાતે બાળ ઓબ્ઝર્વેશન હોમમાં  રાખવામાં આવેલા અમદાવાદના બાળ આરોપીનું શંકાસ્પદ હાલતમાં થયેલ મોતની ઘટના અંગે મહેસાણા જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ રમૂજી પરમારે જણાવ્યું હતું કે ભોગ બનેલા કિશોરનું પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવનાર પોસ્ટમોર્ટમ બાદ તેના રિપોર્ટના આધારે આગળ શું કરવું તે નિર્ણય લેવામાં આવશે

બાળક ઓબ્ઝર્વેશન હોમ ના ઈન્ચાર્જ અધિક્ષક શું કહે છે

સમગ્ર ઘટના અંગે મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમ  ના ઇન્ચાર્જ અધિક્ષક અમિત લિમ્બાચીયા એ જણાવ્યું હતું કે બાળ કિશોરોને જમાડીને ઘરે ગયો હતો, જો  કે ત્રણ સાડા ત્રણ વાગ્યે ગૃહ પિતા નો ફોન આવ્યો હતો કે ચિરાગ નામના એક બાળ કિશોર ની તબિયત લથડી છે જેથી હું ત્યાં પહોંચ્યો હતો અને તેના રૂમમાં જઈ જોતા તે કોઈ મુવમેન્ટ હલનચલન કરતો ન હતો, એટલે અમે ૧૦૮ મારફતે તેને સારવાર માટે સિવિલના ટ્રોમા સેન્ટર માં લઈ ગયા હતા ત્યારે ફરજ પર હાજર તબીબે કહ્યું કે આ તો મૃત્યુ પામ્યો છે

સમગ્ર કેસની તપાસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

રિપોર્ટર પ્રકાશકુમાર મહેસાણા 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..