Back

સુરતઃ સચિન જીઆઇડીસી વિસ્તારની બુડિયા ચોકડીમાં ટ્રકે બાઇક ચાલકને ઉડાવી દેતા બેનાં મોત

સચિન જીઆઇડી પોલીસની હદમાં આવેલ બુડિયા ચોકડી પર મોડી રાત્રીના ટ્રક ચાલક દ્વારા બાઇક ચાલક ને અડફેટમાં લેતા બંનેના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા.

     સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઉધનાઅને પાંડેસરામાં રહેતા વિકાસ સંતોષ સિંહ રાજપૂત ઉ.૨૪ અને બિટ્ટુ પ્રેમ ઠાકોર ઉ.૨૩ સચિન વિસ્તારમાં આવેલી શિવસાંઇ સોસાયટીમાં દુકાન ધરાવતા હતા.  રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે બંને પાડોશી દુકાનદાર મિત્રો વિકાસ સિંગ ની બાઈક પર બંન્ને મિત્રો ઘરે આવતા હતા.દરમિયાન બુડિયા ચોકડી નજીક ટ્રક દ્વારા અડફેટમાં લેતા ટ્રક ચાલક ભાગી ગયો હતો.જેમાં ઘટનાસ્થળ પર જ બંનેના મોત નિપજ્યા હતા.અકસ્માત કરી ભાગી ગયેલા ટ્રક અને ૪ કિલોમીટર સુધી પીછો કરીને સ્થાનિકો દ્વારા પકડવામાં આવેલા હતા.હાલ આ કેસની તપાસસચિન જીઆઇડીસી પોલીસ કરી રહી છે.