Back

જૂનાગઢમાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા બે શખ્સોને પાસા તળે ધકેલતી પોલીસ

જૂનાગઢ:  પોલીસે શરુ કર્યું સફાઈ અભિયાન બે ઇસમો પાસામાં ફીટ 

પોલીસ જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં એક કરતાં વધારે ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે આરોપીઓ વિરુદ્ધ પાસા તડીપાર જેવા કડક અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરમાં દોલતપરા ખાતે રહેતા સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર (ઉ.વ.૩૨) રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ખુનની કોશિશ, ધાડ, અપહરણ, હથિયાર ધારા, ધમકી, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, એટ્રીસીટી, વિગેરે જેવા કુલ ૧૬ થી ૧૭ ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તાજેતરમાં ધાડના ગુનામાં સંડોવાયેલ હતો.

ઉપરાંત આ માથાભારે આરોપીને ભૂતકાળમાં હદપાર પણ કરવામાં આવેલ હતો. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, એજરીતે જૂનાગઢ શહેરમાં કસ્તુરબા સોસાયટી, દોલતપરા ખાતે રહેતા ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર (ઉ.વ.૩૨) રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના કુલ ચાર થી પાંચ ગુનાઓમાં સંડોવાયેલ હોય, ઉપરાંત આ માથાભારે આરોપી વિરુદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હતા.

તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ,  આ બને ભૂતકાળમાં અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ ડામવા સારૂં જિલ્લા પોલીસ વડાશ્રી સૌરભ સિંઘની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઈન્ચાર્જ. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ સહિતના સ્ટાફે અતિ ખાનગી રાહે પાસા દરખાસ્ત તૈયાર કરી, માથાભારે ઇસમ સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર (ઉ.વ.૩૨) રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ તથા અન્ય ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર (ઉ.વ.૩૨) રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢના વિરૂધ્ધ પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી,જિલ્લા પોલીસ વડા  સૌરભ સિંઘ મારફતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી સમક્ષ મોકલી આપતા, જિલ્લા કલેકટર દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ હતું.

જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી દ્વારા  સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર (ઉ.વ.૩૨) રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ તથા ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર (ઉ.વ.૩૨) રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ વિરૂધ્ધમાં પાસા ધારા હેઠળ ભયજનક વ્યકિત તથા પ્રોહીબિશન બુટલેગર તરીકેનું પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, નાઈટ પેટ્રોલીંગ દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.રામાણી તથા સ્ટાફ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક તેની બજવણી કરી અને બંને ઈસમો સામે પાસાધારા હેઠળ અટકાયત કરી, બંનેને સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

જૂનાગઢ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે લાલા આંખ  કરતા અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઓ અન્ય નામી બુટલેગરોમાં કંપારી છૂટી જવા પામી હતી. 

રિપોર્ટર : ભરત બોરીચા..... જૂનાગઢ

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..