Back

૧૪ ફેબ્રુઆરી ભારત દેશ માટે કાળો દિવસ

(અહેવાલ રિતુ એમ. ભાલાળા)

આજે ૧૪ ફેબ્રુઆરી આ દિવસે એટલે કે ભારત દેશ માટે કાળો દિવસ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ભારત દેશે પુલવામાંમાં ઘણા વીર જવાનોને ગુમાવ્યા ઉલ્લેખનીય છે કે આ દિવસે જ્ન્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભારતીય સુરક્ષા જવાનોને લઈ જતાં CRPF ના વાહનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો આ હુમલો લગભગ ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક પ્રદાર્થનો ઉપયોગ કરીને એક મોટરકાર દ્વારા કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ દેશ-વિદેશમાં હુમલાની નિંદાઓ કરવામાં આવી હતી આ આત્મઘાતી હુમલા વિરુધ્ધ આખા દેશમાં રોષનો માહોલ છવાઈ ગ્યો હતો અને દેશવાસીઓમાં આ હુમલા વિરુધ્ધ બદલાની ભાવના જાગી પુલવામાં હુમલમાં શાહિદ થયેલા દરેક જવાનોના બલિદાનને ભારત દેશ ક્યારેય વ્યર્થ જવા દેશે નહીં એ વાત આ હુમલો થયાના ૧૨ જ દિવસમાં સાબિત કરી કારણકે આ હુમલો થયાના ૧૨ જ દિવસમાં ભારત દેશે બદલા સ્વરૂપે પાકિસ્તાન પર હુમલો કરી અને શહીદના બલિદાનોને રોષ ઠાલવ્યો આ હુમલા બાદ શહીદ થયેલા તમામ જવાનોના પરિવારોને સમગ્ર દેશમાથી મદદ અને સાંત્વના મળી.

આજે આ હુમલો થયાને એક વર્ષ પૂર્ણ થયેલ છે, ત્યારે ભારત દેશના દુશ્મનોને એટલે જ કહેવું છે કે “ભારતીય સુરક્ષા દળ ઍટલે કે ઇન્ડિયન આર્મીની તાકાતને ઓછી ગણવાની ભૂલ ન કરશો. અમારા એક જવાન સામે ૧૦૦ આતંકીઓ ઠાર થશે સર્જીકલ સ્ટ્રાકઇક થતી જ રહેશે તેથી ભારતને છંછેડવાની કોશિશ ન કરવી”

પુલવમાં હુમલમાં શહીદ થયેલ દરેક વીર જવાનોને શ્રધ્ધાંજલિ.

(અહેવાલ રિતુ એમ. ભાલાળા)

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..