Back

મોરબીના અબોલ જીવ પ્રેમી વિશુભાઇ પટેલનો આજે જન્મદિવસ

મોરબી: આજનો યુવા પબજી, મોજ શોખ અને ટીકટોકમાં વ્યસ્ત છે. ત્યારે મોરબીનો યુવા નાની ઉમંરે જ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરી અબોલ જીવ પ્રત્યે ૨૪ કલાક સેવા આપી રહ્યો છે.

મોરબીમાં અવની સોસાયટીની બાજુમાં રહેતા અને યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલીત કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અબોલ જીવ પ્રત્યે સેવા આપતા વિશુભાઇ પટેલ (વિશ્વ રસિકભાઇ કોરિંગા)નો આજે જન્મદિવસ છે. જેમના ગ્રુપના સભ્યો તથા વિશુભાઇ સતત મોરબીમાં માધવ ગૌશાળા ખાતે ધાયલ મુંગા પશુ-પક્ષીઓની સારવાર સેવા કરી રહ્યા છે. અને અવનવી પ્રવૃતિઓ કરી મોરબીમાં નાની ઉમંરે નામના મેળવી છે. વિશુભાઇ ઘણીવાર અબોલ જીવને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકતા જરાય સંકોચાતા નથી. તથા તેમના દ્વારા તથા કેન્દ્ર થકી અનેક અબોલજીવને નવજીવન મળ્યું છે. તથા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધાયલ પશુ-પક્ષીઓ માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી સ્થળ પર જઈને સારવાર આપે છે. તથા અલગ અલગ જગ્યાએ કેમ્પોનું આયોજન કરે છે. તેમજ શેરીમાં રખળતા ધાયલ શ્વાનનોની કોઈ દેખભાળ ન કરતું હોય તેમને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં  કુતરાઓને લાવીને સાચવે છે. આજે વિશુભાઇના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધી-સ્નેહીજનો તથા મિત્રવર્તુળ તરફથી તેમના મો.7574885747 પર જન્મદિવસ શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..