Back

સાર્થક રમતોત્સવ- 2020 નું ભવ્યાતિભવ્ય આયોજન સાર્થક વિદ્યામંદિર મોરબી ના ક્રિડાંગણ મા કરવામાં આવ્યું

સાર્થક રમતોત્સવ- 2020 નું ભવ્યાતિભવ્ય આયોજન સાર્થક વિદ્યામંદિર મોરબી ના ક્રિડાંગણ મા કરવામાં આવ્યું આ તકે  મોરબી જિલ્લા એસ.પી શ્રી કરણરાજ વાધેલા સાહેબ ના વરદહસ્તે રમતોત્સવ નું ઓપનીંગ કરવામાં આવ્યું  રમતોત્સવ ની શરૂઆત મશાલ તેમજ રમત-ગમત અંગે જાગૃતિ માટે રેલી યોજી ભારત દેશ ને આઝાદી ગૌરવ અપાવનાર ખેલાડીઓને યાદ કરી સાથે આવા ખેલાડીઓથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તેવા હેતુથી સ્પોર્ટ્સ પ્રદર્શની બનાવવા માં આવી હતી જેમાં ખેલાડી નો જીવન વિશેની માહિતી તેમજ વિવિધ રમત ના મેદાન ના અલગ-અલગ મોડેલ બનાવીને રાખવામાં આવ્યા હતા રમતોત્સવ ની શરૂઆત મેદાન તેમજ સાધનની પૂજન વિધિ કરી ને કરવામાં આવી આ તકે વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમાર દ્વારા ખેલાડીઓને પિરામિડ અને  ફાયર રીંગ તેમજ સ્પોર્ટ્સ પ્રતિજ્ઞા લેવડાવીને કરવામાં આવી આ રમતોત્સવમાં ૩૦ થી વધુ સ્પર્ધા માં 1900 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો રમતોત્સવ શાળાના સંચાલક શ્રી કિશોરભાઇ શુક્લ ના માર્ગદર્શન તેમજ વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમાર અને સાર્થક પરિવાર  દ્વારા  આયોજન કરવામાં આવ્યું હતું તમામ વિજેતા ખેલાડીઓને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા તમામ ને ખૂબ ખૂબ અભિનંદન

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..