Back

હળવદમાં સૌપ્રથમ વખત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું

સૌપ્રથમ વખત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું


દેશ દુનિયામાં ક્રિકેટ મેચનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે હળવદ ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦ જિલ્લાની ૧૨ ટીમો ભાગ લીધો છે અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી

વનડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી મેચના દિવસેને દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હળવદમા સૌપ્રથમ વખત ૧૦ જિલ્લાની ૧૨ દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ દસ ઓવરની ટુર્નામેન્ટમાં ખાસ કોમેંટ્રી સહિત વિજેતા ટીમને ટ્રોફી ,મેન ઓફ ધી મેચ,મેન ઓફ ધી ટુર્નામેન્ટ સહિતના પુરસ્કારો આપી દિવ્યાંગોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હળવદમા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય આયોજિત બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦ જિલ્લાની કચ્છ, કચ્છ, જામનગર, ભાવનગર, સુરત,તાપી,વડોદરા, રાજકોટ, અમદાવાદ,પંચમહાલ, દાહોદ અને મહેસાણા સહિત ૧૨ ટીમો ભાગ લીધો હતો જેમાં ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના ઉપસ્થિત રહી દિવ્યાંગોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો સાથે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા આયોજન જીતેન્દ્રભાઈ જોષી વિજયભાઈ સહિતના ભારે જહેમત ઊઠાવી હતી




હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..