Back

ધો.10/12ના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહવર્ધક પ્રયોગ કરતી શાળા

બોર્ડની પરીક્ષા જ્યારે નજદીક આવી રહી છે,ત્યારે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારનું માર્ગદશન મળી રહે તે માટે સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે *મિશન માર્ચ 2020 --ચાલો પરીક્ષા માણી  લઈએ* સેમિનારનું આયોજન થયું. જેમાં સાર્થકવિદ્યામંદિર ના અત્યાર સુધીના ધો.10 અને 12ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલ. સૌ પ્રથમ તેમના હસ્તે  દીપપ્રજ્વલન કરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત સફળ વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવ કહ્યા હતા.ત્યાર બાદ કિશોરભાઈ શુક્લએ ppt દ્વારા પરીક્ષામાટે તૈયારી તેમજ  સફળતા માટેના મુદા આવરી લેતું વક્તવ્ય રજૂ કરેલ.અંતે પ્રશ્નોતરી દ્વારા વિદ્યાર્થીઓ એ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..