Back

ભરૂચ જંબુસર બાયપાસ પર ટ્રકની ટકકરે બાઇકચાલકને ઇજા

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર સંતોષી વસાહત પાસે ટ્રકની ટકકરે બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બાદ સ્થાનિક રહીશોએ હોબાળો મચાવતાં પોલીસ કાફલો દોડી આવી મામલો થાળે પાડયો હતો  ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી તરફથી આવેલી રેતી ભરેલી ટ્રકના ચાલકે સંતોષી વસાહત નજીક બાઇક ચાલકને ટકકર મારી હતી બાઇક સવાર યુવાન ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે અકસ્માત બાદ સ્થાનિક રહીશો દોડી આવ્યાં હતાં અને તેમણે હોબાળો મચાવતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસે ટ્રકના ચાલકની અટકાયત કરી લીધી હતી સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે બાયપાસ ચોકડી થી મહંમદપુરા સર્કલ સુધીના મુખ્ય માર્ગ ઉપર કેટલા કોન્ટ્રાક્ટરો જાહેર માર્ગો ઉપર જ ઈંટો, રેતી અને કપચીના ઢગલાઓ કરી દીધાં છે જેના કારણે અકસ્માતના બનાવો બની રહયાં છે આવા લોકો સામે પણ પગલાં ભરવાની માંગ લોકોએ કરી હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..