Back

સાર્વજનિક આયુષ હોસ્પિટલ મોરબી અને હળવદ પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ યોજાયો

સાર્વજનિક આયુષ હોસ્પિટલ મોરબી અને હળવદ પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ યોજાયો


100 દર્દીઓને તપાસી 22 જરૂરિયાતમંદને  ઓપરેશનની સારવાર મળશે

હળવદ શહેરમાં સૌપ્રથમવાર સાર્વજનિક આયુષ હોસ્પિટલ મોરબી અને હળવદ પત્રકાર સંઘ દ્વારા શહેરમાં આવેલ લાઈફલાઈન દવાખાના ખાતે નિ:શુલ્ક ઓપરેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા 100થી વધારે દર્દીઓને તપાસી 22 દર્દીઓને મા કાર્ડમાં ઓપરેશનની સારવાર આપવામાં આવશે.

હળવદ શહેરમા આવેલા લાઈફ લાઈન દવાખાનું અને ડોકટર હાઉસ ખાતે સાર્વજનિક આયુષ હોસ્પિટલ મોરબી અને હળવદ પત્રકાર સંઘ દ્વારા આજે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી અમૃતમ(મા કાર્ડ)તેમજ આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ માટે ગોઠણ તથા થાપાનો સાંધો બદલાવવાના (જોઈન્ટ રિપ્લેસમેન્ટ)ઓપરેશન, સર્જરીના ઓપરેશન,એપેનડીસ,સારણગાંઠ,હરસ-મસા ભગંદર,સ્ત્રી રોગના ઓપરેશન,કોથળી કાઢવાના ઓપરેશન,યુરો સર્જરીના ઓપરેશન,પથરીના ઓપરેશન,ઓર્થેસ્કોપી ઓપરેશન,સ્નાયુના તાતણા નાના દૂરબીનથી થતાં ઓપરેશન આ તમામ ઓપરેશન નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી જેમાં 100 જેટલા 22 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવશે.આજે સાર્વજનિક આયુષ હોસ્પિટલ મોરબી અને હળવદ પત્રકાર સંઘ દ્વારા શહેરમાં આવેલા લાઈફલાઈન  દવાખાના ખાતે રવિવારે યોજાનાર નિ:શુલ્ક ઓપરેશન કેમ્પમાં ડૉ.રાજદીપ સિંહ ચૌહાણ(જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક સર્જન)ડૉ.મીતેશ પટેલ(લેપ્રોસ્કોપી અને જનરલ સર્જન)ડૉ.નરેન્દ્ર પટેલ ,ડૉ.ચેતન અઘારા આયુષ હોસ્પિટલ મોરબી,ડૉ મયુર કંઝારીયા લાઈફ લાઈન હોસ્પિટલ તેમજ હળવદ પત્રકાર સંઘ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..