Back

કાલોલના સાગાના મુવાડા ગામે વિદેશી દારૂનો જથ્થો SOG પોલીસે ઝડપી લીધો: બુટલેગર ફરાર..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી નો સુધારા સહીત નો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ બની ને દારૂ નો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા છે. પોલીસ દ્વારા દારૂબંધી ના કાયદા નું અસરકારક રીતે અમલ કરવા ના ભાગરૂપે ઉપરી અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ  કાલોલનાં અંતરિયાળ ગામમાં થી વિદેશી દારૂ નો જથ્થો એસ.ઓ.જી.પોલીસ ગોધરા એ પકડી પાડ્યો છે. એસ.ઓ.જી.પોલીસ ને બાતમી મળી હતી કે સાગાના મુવાડા ગામ ના નિતીન ઉર્ફે જાડો ગોપાલસિંહ સોલંકીએ સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે .બાતમીના આધારે એસ.ઓ.જી ગોધરા પોલીસે પંચો ના માણસો બોલાવી તેઓને બાતમી અંગેની સમજ આપી પોલીસ સ્ટાફ ને સાથે લઈ ને બાતમીના સ્થળ ઉપર રેડ કરતા  સીમમાં બાતમી વાળી જગ્યાએ દારૂ ભરતા હતા જેઓ પોલીસ ને જોઈ ને  નિતીન ઉર્ફે જાડો ગોપાલસિંહ સોલંકી નાસી ગયો હતો.પોલીસે વિદેશી દારૂના પકડાયેલ પ્લાસ્ટિકના કવાટરીયા નંગ ૧૮૧૬  જેની કિંમત રૂ.૬૯,૩૬૦/ તેમજ કાચના કવાટરીયા નંગ ૧૮૨ કિંમત રૂ.૨૦,૦૨૦/ મોટરસાયકલ રૂ.૩૦,૦૦૦/ મળી કુલ.રૂ.૧,૧૯,૩૮૦/ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભાગી જનાર બુટલેગર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..