Back

હળવદના ચરાડવામા આવેલી એસ એસ સંકુલમાં લેમ્પ લાઈટીંગ સેરેમની યોજાય

હળવદના ચરાડવામા આવેલી એસ એસ સંકુલમાં લેમ્પ લાઈટીંગ સેરેમની યોજાય

હળવદ શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત છે ત્યારે તાલુકાના ચરાડવામા આવેલી એસ.એસ સંકુલ ગુરૂકુલમા લેમ્પ લાઈટીંગ અને સપથ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પુર્વ કેબીનેટ મંત્રી,ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યો હતો.

ચરાડવા ખાતે આવેલી એસ.એસ સંકુલ  ગુરૂકુલમા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં આમંત્રિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ તેમજ સ્વાગત ગીતથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે લેમ્પ લાઈટીંગ, ઈનામ વિતરણ, રાસ ગરબા,ડાન્સિંગ, સહિત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તો સાથે પરસોતમ ભાઈ  સાબરીયા ધારાસભ્ય,  રાઘવજી ભાઈ પટેલ, ધારાસભ્ય, પુર્વ કેબિનેટ મંત્રી, ગંગનસિંગ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં કાર્યક્રમની પુર્ણાહુતી રાષ્ટ્રગીત સાથે કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે ચરાડવા ખાતે આવેલી એસ.એસ.સંકુલમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ બીએસસી,બીએડ,અને નર્સિંગ સહિતના વિદ્યાર્થીઓ લેમ્પ લાઈટીંગ તેમજ ઓથ સેરેમનીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બનાવા માટે એલ .એન. શાસ્ત્રી.અલ્પેશભાઈ પટેલ રાકેશભાઈ પટેલ સહિતના આપે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી,

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..