Back

કાલોલના દેવછોટીયા મંદિર ખાતે રાજપૂત લગ્નસરાની પરંપરા મુજબ ફુલ ગુલાબી રંગમાં સમૂહ લગ્નોત્સવ સંપન્ન..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલાકાલોલ, હાલોલ અને ઘોઘંબા એમ ત્રણ તાલુકાના છત્રીસ પરગણા રાજપૂત યુવા સંગઠન દ્વારા પાછલા ત્રણ સમુહલગ્નોત્સવની ભવ્ય સફળતા સાથે આ વર્ષે કાલોલ તાલુકાના સમા ગ્રામ પંચાયત હદ વિસ્તારના નર્મદા કેનાલ પટ પર આવેલા સુપ્રસિદ્ધ દેવછોટીયા મહારાજના મંદિરના પટાંગણ ખાતે રવિવારે ચતુર્થ સમુહલગ્નોત્સવનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું. જે સમુહલગ્નોત્સવમાંં આ વર્ષે સંગઠનના આયોજન મુજબ ૧૨ નવયુગલ દંપતિઓએ રાજપુત લગ્નસરાની પરંપરા મુજબ ફુલ ગુલાબી રંગમાં અને વિવિધ ફુલોથી સુશોભિત લગ્નમંડપ, વિવિધ વાનગીઓનો જમણવાર અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નવેદી સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. જે ભાગ લેનારા ૧૨ જેટલા નવ દંપતિઓ માટે સંગઠનના ધારાધોરણ મુજબ કન્યાદાન સ્વરૂપે સોના-ચાંદીના દાગીના અને પાનેતર સહિત સમાજના રીતરસમ મુજબનું ફર્નિચર અને જીવન ઉપયોગી સાધન સામગ્રીઓનું કન્યાદાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યકમ અંતર્ગત નવયુગલોને આશીર્વાદ આપવા માટે નવ દંપતિઓના સગા સંબંધીઓ સાથે સમગ્ર રાજપુત સમાજના સંગઠન સાથે આમંત્રિત રાજકીય અગ્રણીઓમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી. કે રાઉલજી અને વડોદરા જિલ્લા ચોર્યાસી રાજપુત સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદ્ઉપરાંત સમાજના ઉત્કર્ષ અને યોગદાન માટે લગ્નોત્સવ અંતર્ગત સેવાકીય અભિગમનો રક્તદાન શિબિર અને યોગદાન ફોટો ગેલેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે છત્રીસ પરગણા રાજપૂત યુવા સંગઠન દ્વારા પ્રગતિકારક સમાન દેવછોટીયા મંદિરની બાજુમાં જ ચાર વીઘા જમીન સંપાદન કરી એ જમીનનું ભુમીપુજન નવ દંપતિઓના હસ્તે કરવામાં આવ્યુ હતું. આમ ચોથા સમુહલગ્નોત્સવની ઉજવણી અને સફળતા માટે માટે રાજપુત યુવા સંગઠન દ્વારા મહીનાઓથી તડામાર તૈયારીઓ કરી અને સંગઠન દ્વારા અલગ અલગ વિભાગો અને વ્યવસ્થાની ટીમ બનાવીને દરેક ટીમને તેમની વિભાગીય જવાબદારી સોંપી દેવામાં આવી હતી. જેને લઇને સંગઠનના યુવાનો અને સમાજમાં જોશ અને ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો જે સફળતાપૂર્વક અદા કરી લગ્નોત્સવ સંપન્ન કર્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..