Back

શામગહાન રેન્જ વિસ્તારના નિંબારપાડા ગામે દીપડાનો હુમલો વાછરડાંનું મારણ કરતા લોકોમાં ભય

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ.

ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ નિંબારપાડા ગામનાં આદિવાસી પશુપાલકનાં વાછરડા ઉપર દિપડાએ હુમલો કરી મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે..
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં સમાવિષ્ટ નિંબારપાડા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ખુંખાર દિપડાનો આંતક જોવા મળી રહ્યો છે,અહી નિંબારપાડા સહીત નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાનાં આંતકનાં લીધે લોકો પણ ભયભીત થઇ જવા પામ્યા છે,સ્થાનિકોનાં જણાવ્યા મુજબ બે ખુંખાર દિપડાઓ ધોળે દિવસે ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં દહાડ કરતા નજરે ચડ્યા હતા,જે રાત્રીનાં અરસામાં ખોરાકની શોધમાં આમતેમ ભટકીને તેઓને ખોરાક ન મળતા ગામ તરફ વળીને લોકોનાં ધરમાં ધુસીને પાળતુ બકરા તેમજ મરઘાનો શિકાર કરી જતા હોય છે,ત્યારે નિંબારપાડા ગામની સિમનાં જંગલ વિસ્તારમાં પાળતુ પશુઓને ચરાવવા ગયેલ ગામનાં ગોવાળીયાઓ પાસેથી અળગુ પડી ગયેલ વાછરડા પર દિપડાએ હુમલો કરીને તેનું મારણ કરતા અહીનાં પંથકમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે, આ વાછરડાનાં માલિક ગંગારામભાઇનાં જણાવ્યા મુજબ બે ત્રણ દિવસ પૂર્વે તેમનુ આ વાછરડુ ખોવાઇ ગયેલ હતુ,જેની શોધખોળ કરતા આ વાછરડુ ખુંખાર દીપડા દ્વારા મારણ કરાયેલ હાલતમાં અન્ય ખેડૂતનાં ખેતરમાંથી મળી આવ્યુ હતુ,જે વાછરડાનાં મારણ બાબતે પશુપાલકે શામગહાન રેંજમાં પણ અરજી કરી હોવાનું જાણવા મળેલ છે,ત્યારે અગાઉ પણ આ ગામ વિસ્તારમાં ખુંખાર દીપડા અને દીપડીની જુગલજોડીએ બે બળદોનું મારણ કરી આંતક મચાવ્યો હતો,તેવામાં અહી લોકો અને પાળતુ પશુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શામગહાન રેંજ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..