Back

વાવ તાલુકાના એક પરિવાર ના ત્રણ સભ્યો સાથે કેનાલ માં ઝંપલાવ્યું


બનાસકાંઠા મા ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં થરાદ નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પત્ની-પતિ અને પુત્રએ આત્મહત્યા કરી છે. જોકે આ પ્રકારે સહપરિવારે આત્મહત્યા કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
 
તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપાયા મૃતક પરિવાર   
    જાણવા મળેલ માહિતી અનુસાર આ પરીવાર વાવ તાલુકા આછુવા ગામ નો હોવાનું જાણવા મળ્યુંરાજ્યમાં કેનાલમાં આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ થરાદનો આ કિસ્સો હચમચાવી દેનારો છે. જેમાં એક વ્યક્તિએ નહીં પરંતુ સહપરિવારે મોતને વ્હાલુ કરી લીધું છે. થરાદ નર્મદા કેનાલમાં ત્રણેય લોકોએ મોતની છલાંગ લગાવી છે.
 
સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી
જેની વિગત એવી છેકે )પત્ની રછુબેન પટેલ(‌ઉ.વ 42)અને 7 વર્ષના દીકરા ‌ઈશ્વરને લઈને બપોરે થરાદની બજારમાં આવ્યા હતા.
તેમની સાથે 15 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો પણ સાથે હતો. અન્ય બંને દીકરા દીકરી કેનાલમાં ફેંકી દેવાના ડરથી તરત જ ત્યાંથી ભાગી ગયા અને પરિવારજનોને જાણ કરીને .જેથી પરિવારજનો ઘટના સ્થળે પહુચ્યાં પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતુ. ક્રૂર પિતાએ માં અને પુત્રને નહેરમાં ઝપલ્લાવ્યા બાદ પોતે પણ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની વિગતો આપતા થરાદ ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "ઘટના સ્થળે બચાવકાર્ય માટે પહોંચ્યા ત્યારે કેનાલ પર એક થેલો હતો.જેમાં નવા કપડા હતા.કેનાલમાં જ્યાં પડ્યા હતા ત્યાંથી ત્રણેયની લાશો બહાર કાઢવામાં આવી હતી.માતા અને પુત્રના હાથ બાંધેલા હતા.જો કે પરિવારજનોએ  ત્રણેય લાશોને વાવ તાલુકાના આછુવા ગામ લઈ ગયા હતા.  "આછુવા ગામના રવજીભાઈ રામજીભાઈ પટેલ આર્થિક રીતે સુખી હતા છતાં તેઓએ આ પગલું કેમ ભર્યું તેને લઈ ગામમાં તર્કવિર્તક વહેતા થયા છે.જોક આ મુદ્દે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે


વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..